Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : જોકોવિક, મારિયા શારાપોવાની થયેલી જીત

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. બે વર્ષ પહેલા ટેસ્ટ પોઝિટિવ જાહેર થયા બાદ ફેંકાઈ ગયેલી રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની શાનદાર વાપસી થઇ છે. શારાપોવાએ પોતાની હરીફ ખેલાડી ઉપર પ્રથમ રાઉન્ડમાં ૬-૧, ૬-૪થી જીત મેળવીને બીજા રાઉન્ડમાં કૂચ કરી હતી. બીજા રાઉન્ડમાં તે હવે સેવાસકોવા સામે રમશે. શારાપોવાનું ટેનિસ ચાહકોએ મેદાન પર જોરદાર સ્વાગત કર્યું હતું. બીજી બાજુ પુરુષોના વર્ગમાં જોકોવિકે પણ શાનદાર આગેકૂચ કરી હતી. છ વખતના વિજેતાએ છ મહિનાના બ્રેક બાદ વાપસી કરી છે. ફેડરર સરળતાથી બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. નવમાં ક્રમાંકિત ખેલાડી વાવરિન્કાએ પણ પોતાના હરીફ ખેલાડી રિકાડ્‌ર્સ ઉપર ૬-૩, ૬-૪, ૨-૬ અને ૭-૬થી જીત મેળવી હતી. વર્તમાન ચેમ્પિયન રોજર ફેડરરે સ્લોવેનિયાના અલઝાજ ઉપર ૬-૩, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. જ્યારેમહિલાઓના વર્ગમાં પ્લીસકોવાએ પણ બીજા રાઉન્ડમાં કૂચ કરી હતી. જોકોવિકે પોતાના હરીફ ખેલાડી ડોનાલ્ડ યંગ ઉપર ૬-૧, ૬-૨ અને ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૫૧ મિનિટ ચાલી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ ત્રણ પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન દિનપ્રતિદિન રોચક બની રહી છે.

Related posts

टी20 फॉर्मेट में रोहित शर्मा को कप्तान बना देना चाहिए : युवी

aapnugujarat

બીજી ટ્‌વેન્ટી : ઇંગ્લેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો રોચક વિજય

aapnugujarat

750 વિકેટ લેનાર રાજીંદર ગોયલનું 77 વર્ષની ઉંમરે અવસાન

editor

Leave a Comment

UA-96247877-1