Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડની જીત : જેસન રોયના તોફાની ૧૮૦

મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮.૫ ઓવરમાં ૩૦૮ રન માત્ર પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે તરફથી રોયે યાદગાર ઇનિંગ્સ રમતા ૧૫૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૮૦ રન ફટકાર્યા હતા જ્યારે રુટે ૯૧ રન બનાવ્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીમાં છવાશે તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે તેને કારમીરીતે હાર આપી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.

Related posts

कप्तान रूट पर किसी तरह का दबाव नहीं है : कोच बेलिस

aapnugujarat

दूसरा टी20: भारत ने विंडीज को (D/L) के आधार पर 22 रन से हराया

aapnugujarat

हॉकी: टिकटों से मिलने वाला पैसा ओड़िशा सरकार को दान करेगा हॉकी इंडिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1