Aapnu Gujarat
શિક્ષણ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશમાં વીજ બિલ સહિતના નક્કર પુરાવા આપવા પડશે

નવા શૈક્ષણિક સત્રથી રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ રાજયની શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ અનામત બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા સરકારના સત્તાવાળાઓ હાથ ધરાનાર છે ત્યારે આ વર્ષે શિક્ષણ સત્તાધીશો પ્રવેશના નિયમો સહેજ વધુ કડક અને આકરા બનાવાયા છે ખાસ કરીને વાલીઓએ તેમના સંતાનો કે બાળકો આ કાયદા હેઠળ પ્રવેશ મેળવવા પાત્ર ઠરે છે તેવું પુરવાર કરતાં અને તેઓ સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગમાં સમાવિષ્ટ હોવાના વીજબીલ, ટેલિફોન બીલ સહિતના અધિકૃત દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. સુખી સંપન્ન અને અમીરવર્ગના સંતાનો પણ બોગસ પુરાવાઓના આધારે આરટીઇ એકટ હેઠળ ગરીબોના હક્કની આ ૨૫ બેઠકો બેઠકો પર પૈસા બચાવવાના બદઇરાદાથી પ્રવેશ મેળવી જાય છે તેવી ગત વર્ષે ઉઠેલી વ્યાપક ફરિયાદો અને ધ્યાન પર આવેલા કેટલાક કિસ્સાઓની ગંભીર નોંધ લઇ શિક્ષણ સત્તાવાળાઓએ આ વખતે નિયમો વધુ ચુસ્ત અને અસરકારક બનાવવાનું આયોજન કર્યું છે. શિક્ષણજગતના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આરટીઇ એકટ હેઠળ પ્રવેશ અંગેના નવા નિયમો તૈયાર થઇ રહ્યા છે અને નવા સત્રથી તે લાગુ કરી દેવાશે. જેમાં ધરખમ ફેરફારો કરાયા છે. નવા નિયમોમાં હવે ગરીબ અને નબળા વર્ગના બાળકોના વાલીઓ પાસેથી તેમના સંતાનોને આ ૨૫ ટકા અનામત બેઠકો પર પ્રવેશ આપવા માટે કેટલીક વધુ વિગતો અને અધિકૃત પુરાવાઓ-દસ્તાવેજો માંગવામાં આવશે. જેમાં શિક્ષણ સત્તાધીશો એ વાતની ખરાઇ કરશે કે, તેમનું રહેઠાણ કયાં છે, ભાડાનું મકાન છે કે પોતાનું, તેમની આવક કેટલી છે, મકાનમાં બાંધકામનો વિસ્તાર કેટલો છે, ઘરમાં એસી, ફ્રીઝ, ટીવ, વોશીંગ મશીન સહિતની સુવિધાઓ છે કે કેમ, ઘરનું લાઇટ બીલ, મોબાઇલ, ટેલિફોન બીલ, ઘરના સભ્યોની સંખ્યા, બાળકોની સંખ્યા, અન્ય શાળામાં ભણતા ઘરના અન્ય સંતાનોની વાર્ષિક ફી, વાલીનો નોકરી-ધંધો કે વ્યવસાય, વાલીની શૈક્ષણિક લાયકાત, તેના પગારનું સર્ટિફિકેટ, પાન નંબર, આવકના દાખલા માટે રજૂ કરેલા પુરાવા, આઇટી રિટર્ન ભરતા હોય તો તેની નકલ, બીપીએલ કાર્ડ સહિતની ઢગલાબંધ માહિતીઓ અને દસ્તાવેજો સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવશે. જો વાલીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ કે દસ્તાવેજો શંકાસ્પદ જણાશે તો, શિક્ષણ સત્તાવાળાઓ તેની ઝીણવટભરી તપાસ કરી તેની ખરાઇ કરશે, આ માટે જરૂર પડયે તેઓ વાલીઓના ઘરની કે સ્થળ તપાસ હાથ ધર્યા બાદ પૂરતી ચોક્સાઇ કર્યા બાદ આરટીઇ એકટ હેઠળ બાળકને પ્રવેશ આપશે. આમ, ચાલુ વર્ષથી આરટીઇ એકટ હેઠળ પ્રવેશની પ્રક્રિયા વધુ ચુસ્ત અને અસરકારક બનાવાઇ છે.

Related posts

કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામની શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગાંધી જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે

aapnugujarat

स्कूलों में भविष्य फ्युचरीस्टीक टेक्नोलॉजी अब लागू होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1