Aapnu Gujarat
ગુજરાત

નારોલનાં ફરવા જવાના બહાને ઘરેથી નીકળેલા બંને બાળક મળ્યાં

ચાર દિવસ પહેલા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી ફરવા જવાના ઇરાદે ઘરેથી નિકળેલા અને ત્યારબાદ ગુમ થયેલા બે બાળકોને શોધી કાઢવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સફળતા મેળવી લીધી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને ફરિયાદ કરવામાં આવ્યા બાદ અપહરણ થયેલા બાળકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંને બાળકો ફરવા નિકળ્યા હતા અને તેમના અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિવારના સભ્યોએ બે બાળકોનું અપહરણ કરી ગયાની રજૂઆત નારોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસ ટુકડી આજે અપહરણ કરવામાં આવેલા ૧૪-૧૫ વર્ષના બે બાળકોને શોધી કાઢવામાં સફળ રહી હતી. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને બાળકોની પુછપરછ કરતા આ બંનેએ કહ્યું હતું કે, તેમની ફરવા જવાની ઇચ્છા હતી. બંને બાળકોએ પોતાના ઘરે કોઇને પણ કીધા વગર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને પોરબંદર ખાતે પહોંચી ગયા હતા જ્યાં દિવસ દરમિયાન પોરબંદર શહેરમાં ફરીને ફરી સાંજના ટ્રેનમાં બેસી મુંબઈ ખાતે ગયા હતા. મુંબઈમાં તાજ હોટલ, ગેટવે ઓફ ઇન્ડિયા જેવા વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર રાત્રે રોકાયા હતા. જાહેરાત વાંચીને વેઇટરની નોકરી માટે ગોરેગાંવ ગયા હતા પરંતુ પોતાની પાસે કોઇ આઈડી પ્રુફ ન હોવાથી તેમને નોકરી પર રાખવામાં આવ્યા ન હતા. બંને બાળકો ત્રીજી જાન્યુઆરીએ સાંજે છ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા બંનેના માતા-પિતાઓ દ્વારા અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી હતી જેના ભાગરુપે શોધખોળ કામગીરી હાથ ધરી હતી.

Related posts

होमगार्ड के सस्पेंडेड सीनियर कमांडेंट के विरूद्ध शिकायत

aapnugujarat

બાર કાઉન્સિલમાં વેલ્ફેર ફંડ રિન્યુ ફીમાં ઘટાડાનો નિર્ણય

aapnugujarat

જમીન મહેસુલી કાયદાના સુધારાના નિયમ અમલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1