Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા નોકટરનલ ઝૂ દ્વારા ૧૮ લાખથી વધારેની આવક

અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે નિશાચર પ્રાણીઓ માટે શરૂ કરવામાં આવેલા નોકટરનલ ઝૂમાં પાંચ દિવસમાં ૩૫ હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યુ છે આ સાથે જ મ્યુનિસિપલ તંત્રને રૂપિયા ૧૮ લાખથી વધુની આવક થવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે ગત ૨૫ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાત્રીના સમયે જોઈ શકતા એવા નિશાચાર પ્રાણીઓ માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલા નોકટરનલ ઝૂનો આરંભ કરાવવામાં આવ્યો હતો.આ નવા કાર્યરત કરવામાં આવેલા ઝૂના મુલાકાતીઓ અંગે ઝૂના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજેન્દ્રકુમાર શાહૂએ એક વાતચીતમાં કહ્યુ કે,૨૬ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન આ ઝૂમાં ૩૫,૦૦૦થી પણ વધુ મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામા આવી હતી જેને લઈને તંત્રને રૂપિયા ૧૮ લાખથી પણ વધુ રકમની આવક થવા પામી છે.દરમિયાન રવિવારે પુરા થયેલા કાંકરિયા કાર્નિવલમાં ૨૫ લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.રવિવારે લેકફ્રન્ટના ૧થી ૭ નંબરના ગેટ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.લેકફ્રન્ટ પરિસરમાં ૨૫,૦૦૦ મુલાકાતીઓએ મીનીટ્રેનની મુલાકાત લેતા રૂપિયા ૬ લાખની આવક થવા પામી હતી.તો કીડસસિટીની ૪,૦૦૦ મુલાકાતીઓએ મુલાકાત લેતા ૨.૮૫ લાખની આવક થઇ છે.

Related posts

બોટાદમા નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

editor

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર ૬ દિવસ બંધ રહેશે

editor

તા. ૧ લી થી ૩ જી જૂન સુધી રાજપીપલામાં ક્લાઇમેટ ચેન્જ અંગે વૈજ્ઞાનિક માહિતી – વિભાગીય યોજનાઓની જાણકારીને લગતું પ્રદર્શન યોજાશે : પ્રદર્શન નિહાળવા જાહેર આમંત્રણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1