Aapnu Gujarat
ગુજરાત

તા. ૧ લી થી ૩ જી જૂન સુધી રાજપીપલામાં ક્લાઇમેટ ચેન્જ અંગે વૈજ્ઞાનિક માહિતી – વિભાગીય યોજનાઓની જાણકારીને લગતું પ્રદર્શન યોજાશે : પ્રદર્શન નિહાળવા જાહેર આમંત્રણ

ગ્લોબલ વાર્મિગ અને ક્લાઇમેન્ટ ચેન્જની વૈશ્વિક સમસ્યાનો અસરકારક ઉકેલ લાવવા ગુજરાત રાજ્ય કટિબધ્ધ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિ દ્વારા ૨૦૦૯ માં ગુજરાત રાજ્યે અલાયદા ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી છે. આ વિભાગ હાલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સીધા માર્ગદર્શનમાં રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વ્યાપક ઉપયોગ તથા કલાઇમેટ ચેન્જની જટીલ સમસ્યાના સમાધાન માટે રાજ્યના વિવિધ વિભાગો તથા પ્રજાજનો સાથે મળીને સક્રિય કામગીરી કરી રહ્યોં છે. કલાઇમેટ ચેન્જ વિષયની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી દરેક જિલ્લાઓમાં ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, કરજણ વહિવટી સંકુલ પાસે, રાજપીપલા ખાતે આ પ્રદર્શન તા. ૧/૬/૨૦૧૭ થી તા. ૩/૬/૨૦૧૭ સુધી જાહેર જનતા માટે યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦=૦૦ થી સાંજના ૭=૦૦ કલાક રહેશે. જિલ્લાના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેને આ પ્રદર્શનની મુલાકાત લેવા જાહેર આમંત્રણ સાથે ખાસ ભલામણ કરાઇ છે. આ પ્રદર્શનની સાથે રહેણાંક મકાનો પરની સોલાર રૂફટોપ યોજનાની અને તે અંગે રાજય સરકારની સબસીડીની વિગતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો રાજપીપલા નગરવાસીઓ–જિલ્લાવાસીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

Related posts

લોકડાઉનમાં શહેરની રિઝર્વ બેન્ક સહિત 14 બેન્કોમાં રૂ.3.80 લાખની નકલી નોટો જમા થઇ

editor

गोधरा कांड : प्रमुख आरोपी रफीक हुसैन भटुक गिरफ्तार

editor

મ્યુન્સિપલ લો-કોલેજમાં કાયદાના શિક્ષણના ભાગરૂપે કોર્ટરૂમ જેવો જ માહોલ ઉભો કરી મૂટ કોર્ટનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1