Aapnu Gujarat
ગુજરાત

કાર્નિવલ દરમિયાન ૧૦૦ મહિલા પોલીસ ફરજ પર

આગામી સોમવાર અને ૨૫મી ડિસેમ્બરથી શહેરના કાંરીયા ખાતે શરૂ થનારા સાત દિવસના કાર્નિવલને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.આ યોજનમાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મીઓ જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે આ સાથે જ ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા સ્ટ્રેટેજીક લોકેશન ઉપર મુકવામા આવશે આ ઉપરાંત એન્ટી પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ,સોમવારથી શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરીયા ખાતે કાર્નિવલનો આરંભ કરવામા આવનાર છે આ અગાઉ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે અત્યારથી જ તેને લગતી તમામ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે.આ વર્ષે સુરક્ષાને લઈને કરવામા આવેલા નિર્ણયોમાં ૧૦૦ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ તેમના ડ્રેસને બદલે જિન્સ અને ટી-શર્ટમાં ફરજ બજાવશે જેથી રોમીયોગીરી કરનારાઓને સરળતાથી પકડી લઈ શકાય.આ ઉપરાંત ૧૦ જેટલી એન્ટિ રોમીયો સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે.કાંકરીયા કાર્નિવલ દરમિયાન ૧૦૦ જેટલા અલગ અલગ સ્ટ્રેટેજીક લોકેશનો ઉપર સીસીટીવી કેમેરા પણ કાર્યરત કરવામાં આવનાર છે.બીજી તરફ જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓની મદદ માટે છ જેટલા વોચ ટાવર પણ ઉભા કરવામાં આવનાર છે.આ વર્ષે બંદોબસ્ત માટે જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એમાં ૫૦ વર્ષથી ઉપરની વય ધરાવતા પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર ન મુકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.કાંકરીયા કાર્નિવલમાં દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે.
આ પરિસ્થિતિમાં પોકેટમારો વધુ સક્રીય બની ભીડનો લાભ ઉઠાવતા હોય છે આવા પોકેટમારોને પકડી લેવા માટે આ વર્ષે ૧૦ જેટલી એન્ટિ પીક પોકેટીંગ સ્કવોર્ડ પણ કાર્યરત કરવામાં આવનાર છે.પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર,એક એડીશનલ સીપીથી લઈને ૨૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ, ક્રાઈમબ્રાંચ, એસ.ઓ.જી. ટીમની સાથે બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ પણ આ વર્ષે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવનાર છે.

Related posts

દસ્ક્રોઇ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવક-યુવતીના મોત

aapnugujarat

રાયસિંગપુરા ગામમાં મિયાવાંકી ફોરેસ્ટનું વૃક્ષારોપણ કરી ખાતમુહુર્ત કરાયું

editor

રવિવારે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલન મહેસાણા ખાતે યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1