Aapnu Gujarat
ગુજરાત

નેશલન કાઇટ ફલાઇંગ સ્પર્ધાની ફાઇનલ ૧૩મીએ અમદાવાદમાં યોજાશે

સમગ્ર દેશમાંથી સૌથી શ્રેષ્ઠ પતંગબાજો શોધવા માટેની વાર્ષિક કાઇટ ફલાઇંગ સ્પર્ધા રેડબુલ કાઇટ ફાઇટની ૪થી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૧૮માં શરૂ થશે. નેશનલ કાઇટ ફલાઇંગ સ્પર્ધાના કવોલિફાયર્સ માટે તા.૬ અને ૭ જાન્યુઆરીએ અમદાવાદ, વડોદરા, સુરત અને જયપુરમાં સ્પર્ધા યોજાશે. તો, નેશલન કાઇટ ફલાઇંગ સ્પર્ધાની ફાઇનલ અમદાવાદમાં તા.૧૩મી જાન્યુઆરીએ શહેરના નારણપુરા વિસ્તારમાં એઇસી ચાર રસ્તા પાસે પારસનગર ખાતે યોજાશે. રેડ બુલ કાઇટ ફાઇટ ૨૦૧૮માં ભાગ લેવા માટે ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ રેડબુલ ડોટ ઇન/કાઇટફાઇટ પર કોઇપણ નોંધણી કરાવી શકે છે. રેડબુલ કાઇટ ફાઇટ ગુજરાત પ્રવાસનના સહયોગમાં યોજવાનામાં આવે છે અને દેશમાં કાઇટ ફાઇટની એકમાત્ર સ્પર્ધા છે. રેડબુલ કાઇટ ફાઇટની ૪થી આવૃત્તિમાં ચાર શહેરોના પતંગબાજો તેમની પતંગ ઉડાવવાની કુશળતાની પરીક્ષા આપશે. દેશના શ્રેષ્ઠ પતંગબાજોને શોધવા આ સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં ૧૬ વર્ષ કે તેનાથી વધુ વયના લોકો ભાગ લઇ શકશે. સ્પર્ધાનો કવોલિફાયર રાઉન્ડ તા.૬ઠ્ઠી જાન્યુઆરીએ જયપુર અને વડોદરામાં અને તા.૭મી જાન્યુઆરીએ અમદાવાદ અને સુરતમાં યોજાશે. આ વર્ષે રેડ બુલ કાઇટ ફાઇટમાં કોલેજ એકટીવેશન્સ મારફતે મુંબઇ અને દિલ્હીના વિજેતાઓ પણ ભાગ લેશે.જેમાં પ્રત્યેક શહેરના વિજેતા ફાઇનલ માટે અમદાવાદ આવશે. નેશલન કાઇટ ફલાઇંગ સ્પર્ધાની ફાઇનલ અમદાવાદમાં તા.૧૩મી જાન્યુઆરીએ શહેરના નારણપુરા વિસ્તારમાં એઇસી ચાર રસ્તા પાસે પારસનગર ખાતે યોજાશે. પ્રત્યેક શહેરના કવોલિફાયર્સમાંથી ટોચના ત્રણ વિજેતાઓની પસંદગી થશે. ત્યારબાદ તે બધા અમદાવાદમાં ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. છેક છેલ્લે સુધી ટકી રહેનારને રેડ બુલ કાઇટ ફાઇટ ચેમ્પિયનનો તાજ પહેરાવાશે.

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે “મા નર્મદા મહોત્સવ”ની ઉજવણીના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠક

aapnugujarat

હાંડોદ ગ્રામ પંચાયતની સરપંચ દ્વારા એક અનોખી પહેલ લોકોને સહાય આપી લોકોની કરી રહ્યા છે મદદ…

editor

કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં ૪૦ પીપીઈ કિટ અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1