Aapnu Gujarat
ગુજરાત

ભાજપનાં સાત પ્રધાનો હાર્યાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સરકાર રચવા માટેનો ૯૨ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવામાં અને સ્પષ્ટ બહુમતી મેળવતાં મેળવતાં તો ભાજપ રીતસરનું હાંફી ગયું, વિરોધપક્ષ કોંગ્રેસે આ વખતે જોરદાર કાંટાની ટક્કર આપી હતી. ટક્કર એટલે એવી ટક્કર કે ભાજપને સપનામાંય ખ્યાલ નહી હોય કે, કોંગ્રેસ આટલી હદે ટક્કર આપી જશે. એક તબક્કે તો કોંગ્રેસે ભાજપને દસ બેઠકોના માર્જીનથી પાછળ ધકેલી પોતે આગળ નીકળી ગઇ હતી. જો કે, આખરે ભાજપ પોતાની સ્પષ્ટ બહુમતી મેળવવામાં સફળ થઇ હતી. ભાજપની જીતમાં તેના સાત મંત્રીઓ અને મોટા માથાઓની કારમી હાર પણ સમાયેલી છે, જે ભાજપને આઘાત આપી રહી છે. ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લેતાં અને સરકાર બનાવવાની હોઇ વિજયોત્સવ મનાવ્યો હતો અને ઉજવણી પણ કરી હતી પરંતુ કોંગ્રેસના જોરદાર મર્દાનગીભર્યા દેખાવ સામે ભાજપની જીત ફિક્કી પડી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની કેટલીક બેઠકો તો એવી હતી કે, જે ભાજપે બહુ ઓછા માર્જીનથી એટલે કે, ૨૦૦, ૫૦૦ કે ૮૦૦થી એક હજાર મતોના માર્જીનથી જીતી હોય. ગોધરામાં ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી તો માત્ર ૯૬ મતોથી જીત્યા હતા. સી.કે.રાઉલજી આખરી રાઉન્ડના અંતે જીતવામાં સફળ થયા હતા અને લાજ બચી ગઇ હતી. સમગ્ર ચૂંટણીમાં રાઉલજીનું પરિણામ જ જોરદાર કાંટાની ટક્કરવાળુ મનાઇ રહ્યું છે કે માત્ર ૯૬ રનના માર્જીનથી જીત્યા છે. ભાજપના જે મંત્રીઓ અને દિગ્ગજો હાર્યા તેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, જશા બારડ, રજનીકાંત પટેલ, ચીમનભાઇ સાપરિયા, જય નારાયણ વ્યાસ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના દિગ્ગજો અને મોટા માથાઓના કારમી હારને લઇ ભાજપનું મોવડીમંડળ પણ પ્રજાનો મુડ સમજી ગયુ હતું. ભાજપ જીત્યુ ખરું પણ તે જીતનો આસ્વાદ કોંગ્રેસે જે પ્રકારે મર્દાનગીભરી લડત આપી તેણે બગાડી નાંખ્યો. ભાજપના વિજયોત્સવ અને જીતની ઉજવણી કોંગ્રેસના જોરદાર દેખાવને લઇ ફિક્કી પડી ગયેલી સ્પષ્ટ જણાતી હતી. ભાજપના કાર્યકરો ખુશીથી ઝુમી નાચી ગાઇને વિજયોત્સવની ઉજવણી કરતાં હતા પરંતુ બીજીબાજુ, ભાજપના પ્રદેશ નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓના ચહેરા પર અંદરખાને ધાર્યા પ્રમાણેના પરિણામ નહી મળ્યાની અસંતોષની લાગણી સ્પષ્ટપણે વર્તાઇ આવતી હતી.

Related posts

વીએસ હોસ્પિટલને મેનપાવર આપનારી એજન્સીની હડતાળની ચિમકી

aapnugujarat

एएमटीएस टर्मिनस पर वोटर प्युरिफायर रखे जायेंगे

aapnugujarat

अहमदाबाद पुलिस आयुक्त ने शहर में बिना अनुमति के चल रहे पाठशालाओं और कालेजों की मांगी सूची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1