Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૩૧,૬૪૬ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૩૧૬૪૫.૮૩ કરોડનો વધારો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં વધારો થયો છે તેમાં આઈટીસ, મારુતિ સુઝુકી, એચડીએફસી, ઇન્ફોસીસ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જો કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, એચયુએલ અને એસબીઆઇની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૮૫૬૬.૪૯ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૪૮૪૪૫૭.૩૫ કરોડનો આંકડો પહોંચી ગયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી વધીને ૨૭૫૧૪૭.૯૬ કરોડ સુધી પહોંચી છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૫૦૩૦.૪૨ કરોડનો વધારો નોંધાઈ ગયો છે જેથી તેની મૂડી વધીને હવે ૨૩૫૦૮૫.૭૮ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ૩૭૨૦.૧૨ કરોડ સુધીનો વધારો નોંધાયો છે જેથી તેની મૂડી ૨૭૬૮૨૬.૧૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૦૧૭૪.૪૪ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૪૮૭૭૩૧.૭૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૬૨૪.૬૭ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૫૮૨૬૧૮.૯૯ કરોડ થઇ થઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૩૪૫.૨૮ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૨૬૯૯૬૭.૪૮ કરોડ થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડની માર્કેટ મૂડી ૩૩૫.૪૯ કરોડ સુધી ઘટી ગઈ છે જેથી તેની મૂડી ઘટીને ૨૮૬૮૨૫.૮૮ કરોડ થઇ ગઇ છે. ટોપ ૧૦ કંપનીઓની રેંકિંગની વાત કરવામાં આવે તો ટીસીએસ બીજા અને આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાંમ ૨૧૩ પોઇન્ટનો અથવા તો ૦.૬૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં ૬૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને વધારવા માટે ફરી સ્પર્ધા થશે.

Related posts

સેન્સેક્સમાં ૩૩ પોઈન્ટની રિકવરી

aapnugujarat

आईफोन यूज नहीं करते वॉरेन बफेट पर खरीदने को तैयार पूरी कंपनी

aapnugujarat

नवंबर में वाहन बिक्री घटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1