Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ગુજરાત ચૂંટણી પરિણામની સીધી અસર શેરબજાર પર રહે તેવી વકી

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશન દરમિયાન અનેક પરિબળોની અસર થનાર છે જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જાહેર થનાર ચૂંટણીના પરિણામ, હાલમાં ચાલી રહેલા સંસદના સત્ર, જુદી જુદી કંપનીઓના આંકડા, અન્ય ઘણા પરિબળોની અસર જોવા મળનાર છે. આવતીકાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. અટકળોના દોર વચ્ચે શેરબજારમાં હાલ સાવધાનીપૂર્વકનું વલણ જોવા મળી શકે છે. દલાલ સ્ટ્રીટમાં શુક્રવારના દિવસે એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ તેજી રહી હતી. બીએસઈ સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઉછળીને ૩૩૪૬૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૩૩૩ની સપાટીએ રહ્યો હતો. ૩૩ શેરમાં તેજી અને ૧૭ શેરમાં મંદી રહી હતી. મૂડીરોકાણકારો આશાસ્પદ બનેલા છે. આવતીકાલે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. છેલ્લા બે સેશનમાં આની અસર જોવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જો એક્ઝિટ પોલ મુજબ જ પરિણામો જાહેર થશે તો શેરબજારમાં તેજી આવી શકે છે. એક્ઝિટ પોલમાં ગુજરાત અને હિમાચલ બંનેમાં ભાજપની જીત દર્શાવવામાં આવી રહી છે. જો કે, સેશનમાં રેંજ આધારિત કારોબાર જોવા મળી શકે છે. તમાકૂ કંપનીઓના શેરમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. કારણ કે, કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શુક્રવારના દિવસે સરકારના નિયમોને ફગાવી દીધા હતા જેમાં તમાકુ પેદાશો ઉપર કઠોર ગ્રાફિક્સ આરોગ્યને લઇને ચેતવણીને ફરજિયાત કરવાના સરકારના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો હતો. આને તમાકુ કંપનીઓ માટે મોટી જીત તરીકે ગણવામાં આવે છે. સાથે સાથે આરોગ્યની તરફેણ કરનાર લોકો માટે આને નિરાશાજનક સમાચાર તરીકે ગણવામાં આવે છે. ખાનગી સેક્ટરની યશ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક ઉપર નજર રહેશે. કારણ કે સોમવારે કારોબાર શરૂ થશે ત્યારે બંને શેર બેંચમાર્ક ઇન્ડેક્સમાં સામેલ થશે. સીપ્લા અને લ્યુપિનની જગ્યા આ ંબને શેર લઇ લેશે. વૈશ્વિક ઘટનાક્રમની અસર પણ જોવા મળનાર છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચુક્યું છે. આ સત્ર દરમિયાન ચાવીરુપ બિલ રજૂ કરવામાં આવનાર છે. આમા ૧૪ સેશન ચાલનાર છે. સરકાર દ્વારા આ સત્ર દરમિયાન ફાઈનાન્સિયલ ઇન્સ્યોરન્સ બિલ રજૂ કરવા માટે તૈયારી કરવામાં આવી છે. વૈશ્વિક ઘટનાક્રમની અસર પણ જોવા મળી શકે છે. યુએસ જીડીપીના ડેટા ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. બુધવારના દિવસે બેંક ઓફ જાપાનની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ક્રૂડની કિંમતોમાં ઉતારચઢાવ માર્કેટની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. ગેસોલીન માટેની વધતી જતી માંગની અસર પણ જોવા મળશે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન સૌથી વધુ અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની રહેશે.

Related posts

મ્યુચ્યુઅલ ફંડમાં ૨૦૧૮માં ૧.૨૪ લાખ કરોડ ઉમેરાયા

aapnugujarat

કોંગ્રેસનાં ડીએનએમાં જ જૂઠાણું રહેલું છે : યોગી આદિત્યનાથ

aapnugujarat

પર્યટન ઉદ્યોગને ૬૦,૦૦૦ કરોડનું નુકસાન

editor

Leave a Comment

UA-96247877-1