Aapnu Gujarat
ગુજરાત

આવતીકાલ બપોર ૧૨ વાગ્યા સુધી ટ્રેન્ડ ખબર પડશે

ભારે ઉત્તેજના, ઉત્સાહ અને સસ્પેન્સભર્યા વાતાવરણ વચ્ચે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટેની મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા અને સલામતીને લઇ બહુ જબરદસ્ત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં મતગણતરી કેન્દ્રો ખાતે એન્ટ્રીગેટથી લઇ કાઉન્ટીંગ હોલ સુધી થ્રી લેયર સુરક્ષા ચક્ર ઉભુ કરવામાં આવ્યું છે. પ્રથમ અડધા કલાકમાં પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારબાદ ઇવીએમનું કાઉન્ટીંગ શરૂ થશે અને ત્યારબાદ ચૂંટણીપંચના નિર્દેશાનુસાર જે તે વિધાનસભા બેઠકના પસંદ કરાયેલા મતદાનમથકના વીવીપેટની સ્લીપની મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે તો આજે જાણે કતલની રાત જેવી રાત છે, રાજયના કેટલાક સ્થળોએ ઉમેદવારો અને તેમના ટેકેદારો-સમર્થકો તો આજે રાતથી જ મતગણતરી કેન્દ્રો પર ગોઠવાઇ ગયા હતા. આવતીકાલે સોમવારે બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવારોની હાર-જીતનો ટ્રેન્ડ સામે આવી જશે. રાજયભરમાં પરિણામોને લઇ ભારે ઇન્તેજારી પ્રવર્તી રહી છે. તો સમગ્ર દેશ અને દુનિયાની નજર ગુજરાતના પરિણામો પર મંડાયેલી છે. બીજીબાજુ, ગુજરાત વિધાનસભા મતગણતરીની નિષ્પક્ષ અને તટસ્થ પ્રક્રિયા હાથ ધરવાના આયોજનના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીને લઇ રાજયના ૩૩ શહેરોમાં કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. જે પરિણામોની સતત અને લાઇવ જાણકારી અપડેટ કરતા રહેશે. આ સિવાય ૩૦હજારથી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોતરાશે. અમદાવાદ શહેરમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. કંટ્રોલરૂમની વાત કરીએ તો, અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં બે-બે, જયારે રાજયના અન્ય જિલ્લાઓમાં એક-એક કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. મુખ્ય કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે. આ સિવાય અમદાવાદ સરકીટ હાઉસ, એનેક્સી ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે, જયાંથી રાજયભરના જે કન્ફર્મ પરિણામ આવી ગયા હશે તેની માહિતી જારી કરાશે. મતગણતરીની પ્રક્રિયામાં આશરે ૩૦ હજારથી વધુ કર્મચારીઓ જોતરાશે. મતગણતરી કેન્દ્રો અને ઇવીએમ અને વીવીપેટ મશીનોની સુરક્ષાને લઇ સ્ટ્રોંગ રૂમ ખાતે સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ અને પેરામિલેટ્રી ફોર્સના જવાનો સહિતના સુરક્ષા જવાનો ખડેપગે તૈનાત છે. સેન્ટ્રલના જવાનોની લગભગ ૧૦૦ જેટલી કંપનીઓ હજુ પણ રાજયમાં મતગણતરીના સ્થાનો અને સ્ટ્રોંગ રૂમ પર સલામતી વ્યવસ્થામાં સ્ટેન્ડ ટુ રખાઇ છે. આવતીકાલે મતગણતરીના સ્થળોએ કાઉન્ટીંગ સુપરવાઇઝર, કાઉન્ટીંગ ઓર્બ્ઝર્વર અને માઇક્રો ઓર્બ્ઝર્વર સહિતના સ્ટાફ આઠ વાગ્યા પહેલાં જ પહોંચી જશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. શરૂઆતના અડધો કલાક પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે ત્યારબાદ ઇવીએમ અને વીવીપેટ મશીનો સ્ટ્રોંગ રૂમમાંથી ભારે સુરક્ષા વચ્ચે રાજકીય ઉમેદવારો અને તેમના એજન્ટ તેમ જ ચૂંટણી અધિકારીઓ અને નીરીક્ષકોની હાજરીમાં મતગણતરી હોલ ખાતે લાવવામાં આવશે અને મતગણતરીના ટેબલો પર તે મૂકાશે અને રાઉન્ડ વાઇઝ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત, દરેક વિધાનસભા બેઠક દીઠ એક મતદાન મથક પર ઇવીએમના મતોની સાથે વીવીપેટ સ્લીપની ગણતરી કરી મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ માટે વીવીપેટ કાઉન્ટીંગ ટેબલની અલગ વ્યવસ્થા કરાઇ છે. મતગણતરીની પ્રક્રિયાની પાદર્શિતા, તટસ્થતા અને વિશ્વસનીયતા માટે તમામ ૧૮૨ બેઠકોના મતગણતરી હોલ ખાતેથી વેબ કાસ્ટીંગ થશે. આ માટે હાઇ ફ્રિકવન્સી કેમેરા સહિતની સીસ્ટમ પણ લગાવી દેવાઇ છે, જેનું મોનીટરીંગ મુખ્ય કંટ્રોલ રૂમ અને કેન્દ્રીય ચૂંટણી પંચની ઓફિસ ખાતેથી પણ થશે.

 

Related posts

Municipal commissioners to continue carrying their regular work of corporations till newly elected bodies take charge

editor

પોલીસ કર્મીઓને રિફ્રેશર તાલીમ અપાય છે : જાડેજા

aapnugujarat

હાર્દિકના ઉપવાસથી સમાજ ચિંતિત, સરકારને ચિંતા નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1