Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા : ઉત્તર ભારત ઠંડુગાર

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુકાશ્મીરમાં કેટલાક જિલ્લામાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ભેખડ ધસી પડે તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરમાં કેટલીક રાહત મળી છે. કારણ કે સ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવેને સત્તાવાળાઓએ ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. આની સાથે ખીણ અને દેશના અન્ય ભાગો ફરી સંપર્કમાં આવ્યા છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ ૯.૮ સુધી નીચે પહોંચી ગયો છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસ ૬.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. લેહમાં માઇનસ ૮.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. કારગીલમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન રહ્યુ છે. શ્રીનગરમાં માઇનસ ૧.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતી થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસ ૬.૩ ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. મોટી સંખ્યામાં ટ્રેન રદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. મંગળવારના દિવસે જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જો કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાંપણ સતત હિમવર્ષા જારી છે. રાજૌરીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સ્તિત સોલાંગ ખીણમાં હિમવર્ષા થઇ છે. શિમલા વિસ્તારમાં પણ હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા જારી રહેતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના પરિણામ સ્વરુપે ૨૫થી વધુ ટ્રેનો રદ્દ કરવામાં આવી ચુકી છે. ટ્રેનો રદ થવાના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાઈ પડ્યા છે. હજુ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

Related posts

નકસલીઓ સાથે મધ્યસ્થતા કરવા માટે ઈચ્છુક છે : અન્ના

aapnugujarat

घोटाले से उबरने में नाकाम रही पंजाब नैशनल बैंक ?

aapnugujarat

पुरी रथ यात्रा को सुप्रीम की मंजूरी

editor

Leave a Comment

UA-96247877-1