Aapnu Gujarat
બ્લોગ

રામસેતુ માનવ નિર્મિત હોવાનો અમેરિકન વૈજ્ઞાનિકોનો મત

ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો પ્રાચીન રામસેતુ હંમેશાં વિવાદમાં રહ્યો છે. આ ઐતિહાસિક પુલ અંગે અમેરિકન ટીવી ચેનલે એક મોટો ખુલાસો કર્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે એડમ્સ બ્રિજ એટલે કે રામસેતુ પુલ માનવ નિર્મિત હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. હવે આ વાત દુનિયાભરના વિજ્ઞાની માનવા મજબૂર બની ગયા છે. અમેરિકન પુરાતત્ત્વ વિદોએ સાયન્સ ચેનલ ડિસ્કવરીના એક શોના પ્રોમોમાં આ જાણકારી આપી છે.ડિસ્કવરી ચેનલના પ્રોમોને સોશિયલ મીડિયા પર છેલ્લા ૧૬ કલાકમાં ૧૧ લાખથી વધુ લોકો જોઇ ચૂકયા છે. આ કાર્યક્રમમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા રામસેતુની અંતરિક્ષમાંથી નજરે પડતી તસવીર દર્શાવવામાં આવી છે.આ ટીવી ચેનલે રામસેતુ બ્રિજના અસ્તિત્વ અંગે સંકેત આપતાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ટિ્‌વટ કરીને ‘જયશ્રીરામ’ લખીને અભિવાદન વ્યકત કર્યું હતું. ચેનલે ટિ્‌વટર પર પ્રોમો શેર કરતાં લખ્યું છે કે શું હિંદુઓ વચ્ચે ચર્ચાસ્પદ ભારત અને શ્રીલંકાને જોડતા પુલ હોવાનો દાવો સાચો છે? વિજ્ઞાનીનું વિશ્લેષણ આ પુલના અસ્તિત્વ અંગે સંકેત આપે છે.ભારતના રામેશ્વરની નજીક દ્વીપ પમબન અને શ્રીલંકાના દ્વીપ અન્નારની વચ્ચે પ૦ કિ.મી. લાંબો અદભુત પુલ કયાંક બીજેથી લાવવામાં આવેલ પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. વિજ્ઞાનીનું માનવું છે કે ૮૩ કિ.મી. લાંબા અને ઊંડા આ જળક્ષેત્રમાં ચૂના-પથ્થરની શીલાઓનું નેટવર્ક વાસ્તવમાં માનવ નિર્મિત છે.

Related posts

EVENING TWEET

aapnugujarat

? Beautiful Lines?

aapnugujarat

विश्व-हिंदी : नौकरानी है, अब भी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1