Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બિલ્ડરો સાવધાન : જીએસટીના નામે ભાવ વધારો ગણાશે નફાખોરી

ગુજરાત સહિત દેશભરમાં બિલ્ડરો જીએસટીના નામે નવા થઇ રહેલા બાંધકામોમાં ૫ણ ભાવ વધારો લાદી રહ્યા છે. તેની સામે લાલ આંખ કરતા કેન્દ્રએ સ્પષ્ટ ચેતવણી આ૫તા કહ્યું છે કે, આ બાબતને નફાખોરીમાં ગણવામાં આવશે. ૧ જૂલાઇ ૫હેલા મિલ્કત નોંધાવનાર વ્યક્તિના ઇએમઆઇ ૫ર વધારે કર લદાતો હોવાની મળેલી ફરિયાદોને લઇને કેન્દ્ર સરકારે આ ચેતવણી આ૫વાની ફરજ ૫ડી છે.એક્સાઈઝ અને કસ્ટમ વિભાગનું માનવું છે કે નવા કર માળખા હેઠળ કન્સ્ટ્રકશનની કોસ્ટ નીચે આવવી જોઈએ. જીએસટીના કરમાળખાની અંતર્ગત બિલ્ડરોને આખેઆખી ઈનપુટ ક્રેડિટ મળે છે. જે ૧૨ ટકા ટેક્સની અસરોને નાબૂદ કરી નાખે છે. જેથી ઈનપુટ ટેક્સની રકમ ફલેટની કિંમતનો હિસ્સો બિલકુલ ન હોવી ઘટે. કેન્દ્રે કહ્યું હતું કે આ કાયદામાંથી આ જોગવાઈ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા છતા બિલ્ડરો જો નફાખોરી કરતા જણાશે તો એમની વિરુદ્ધ જીએસટીના કાયદાની ૧૭૧મી કલમ હેઠળ કામ ચલાવાશે.નવી રચાયેલી ‘નેશનલ એન્ટી પ્રોફિટીયરીંગ ઓથોરિટી’ પાસે માત્ર બિલ્ડરોને દંડ કરવાથી પણ નહીં પણ ખરીદદારોને વધારાની રકમ રિફંડ અપાવવાની પણ સત્તા છે. આ ઉપરાંત આ ઓથોરિટી સંબંધિત બિલ્ડરનું લાઈસન્સ રદ પણ કરી શકે છે. કર માળખામાં આ બદલાવને રિયલ એસ્ટેટ ક્ષેત્ર પચાવી ગયું છે અને જીએસટી અમલમાં આવ્યા પછી દેશભરમાં પ્રોપર્ટીની કિંમતોમાં સુચક કહી શકાય એવો વધારો નોંધાયો નથી એવું બિલ્ડરોનું કહેવું છે.”નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ”ના અધ્યક્ષ પણ સરકારી વલણ સાથે સંમત થયા છે. એમણે કહ્યું કે કોઈ બિલ્ડર એવું ન કરી શકે કે આ પ્રોપર્ટીની કિંમત છે અને એના પર જીએસટી ચૂકવો. બિલ્ડરોએ પણ હિસાબ રાખવા પડે છે અને તેઓ એવું કંઈ ન ઉમેરી શકે જેનાથી પ્રોપર્ટીની કિંમતો વધી જાય. હકિકતે જીએસટી લાગુ ૫ડ્યા બાદ મિલ્કતોની કિંમત નીચે આવવી જોઇતી હતી. તેના બદલે ટેક્ષના નામે લોકો પાસેથી વધારે પૈસા ૫ડાવવામાં આવી રહ્યા છે.

Related posts

ICICI बैंक चंदा कोचर की 78 करोड़ की संपत्ति जब्त

aapnugujarat

હવે ૧ રૂપિયાની નવી નોટ બહાર પાડશે રિઝર્વ બેંક

aapnugujarat

६ जुलाई को अपने संसदीय क्षेत्र वाराणसी आएंगे मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1