Aapnu Gujarat
ગુજરાત

બીજા તબક્કાની ચૂંટણીને લઇ સઘન સુરક્ષા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.કોઇ પણ પ્રકારની હિંસાને રોકવા માટે પણ ચૂંટણી પંચે કમર કસી લીધી છે. તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. બીજા તબક્કાની ચૂંટણી પણ પ્રથમ તબક્કાની જેમ જ શાંતિપૂર્ણ બને તે માટે પગલા લેવામાં આવી ચુક્યા છે. આવતીકાલે બીજા તબક્કામાં ૧,૧૬,૪૦૪ કર્મચારીઓ સાથે ૧,૨૫,૨૭૧ કર્મયોગીઓ તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળશે. ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ પર નજર રાખવા માટે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ તમામ જગ્યાએ કરવામાં આવી રહી છે. તમામ મતદારોને કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ફરજના સ્થળે તૈનાત કરવામા આવશે.બીજા તબક્કા માટે અન્ય રાજ્યોમાંથી પણ સીઆરપીએફની ટુકડી બોલાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવા માટે ૧૨ કંપનીઓ આવી ચુકી છે. સીએપીએફ અને એસઆરપીએફની ૧૧૯ કંપનીઓ આવી પહોંચી છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી એસઆરપીની ૧૭ કંપનીઓ પહોંચી ગઈ છે. બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એસએસબીની ૧૦૨ કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઇપણ સ્થિતિને પહોંચી વળવા ૮૧૨ સ્કવોડ તૈયાર રાખવામાં આવ્યા છે જેમાં ૩૬૭ મેજિસ્ટ્રેટ મોબાઇલ સ્કવોડનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં ૧૬ વિધાનસભા બેઠકો આવેલી છે. શહેર પોલીસના અધિકાર ક્ષેત્રમાં ૩૮૮ બૂથ આવેલા છે. સૌથી વધારે મોટો પડકાર અમદાવાદ શહેરમાં રહેશે. જો કે, દરેક મતદાન મથકો ઉપર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવનાર છે.

Related posts

અમદાવાદ ખાતે એટીએમમાં ચેડા કરનાર શખ્સની ધરપકડ

aapnugujarat

નરોડા : લકી ડ્રોના નામે નિર્દોષ નાગરિકોની સાથે ઠગાઈ

aapnugujarat

ગોધરા એસઆરપી ગ્રુપ-૫ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1