Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇ સઘન સુરક્ષા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.કોઇ પણ પ્રકારની હિંસાને રોકવા માટે પણ ચૂંટણી પંચે કમર કસી લીધી છે. તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થાય એ માટે પહેલા તબકકામાં કુલ મળીને ૨,૪૧,૬૭૫ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સ્થળે ફરજ ઉપર તૈનાત કરવામા આવી રહ્યા છે. આ ઉપરાંત બીજા તબકકામા ૧,૧૬,૪૦૪ કર્મચારીઓ સાથે ૧,૨૫,૨૭૧ કર્મયોગીઓ તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળશે. આમ રાજયમાં કુલ મળીને ૧.૭૪ લાખ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે.રાજયમાં આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે. ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ પર નજર રાખવા માટે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ તમામ જગ્યાએ કરવામાં આવી રહી છે. તમામ મતદારોને કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ફરજના સ્થળે તૈનાત કરવામા આવશે આ સાથે જ ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાંથી અત્યારસુધીમા કુલ મળીને રૂપિયા ૨૨.૮૯ કરોડની કિંમતનો વિદેશીદારૂ,રૂપિયા ૨૮.૧૬ લાખની કિંમતનો દેશીદારૂ અને અન્ય ચીજો મળીને કુલ રૂપિયા ૫૦.૭૯ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. પ્રથમ તબકકામા શનિવારે અને બીજા તબકકામાં ૧૪ મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યુ છે ત્યારે આ અગાઉ રાજય ચૂંટણી પંચ દ્વારા આ અંગેની આનુષાંગીક કાર્યવાહી પુરી કરી લેવામાં આવી છે.

Related posts

રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ શરૂ થશે

editor

જીએસટી : સુરતમાં પોલીસ ચોકી ઉપર પથ્થરમારો થયો

aapnugujarat

ગુજરાતને પોષયુક્ત બનાવવા સરકાર સજ્જ : ગણપત વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1