Aapnu Gujarat
ગુજરાત

પરિવહન ક્ષેત્રે ગુજરાતે ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા : ભાજપ

ભાજપના પ્રદેશ પ્રવકતા જગદીશ ભાવસારે કહ્યુ હતુ કે,સમગ્ર રાજયમાં લગભગ ૫૦ લાખ મુસાફરોને પોતાની સેવા પુરી પાડતી ગુજરાત એસ.ટી.એ પરિવહનનુ અવિભાજય અંગ બની ગઈ છે.ગુજરાત એસ.ટી.ને દેશમાં અનેકવિધ એવોર્ડ મળ્યા છે.પરિવહન ક્ષેત્રે ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે.ગુજરાતની એસટીની સુવિધાનો ઉપયોગ કરતા લોકો-પેસેન્જરો સુવિધા સંપન્ન આધુનિક બસસ્ટોપથી ખુશ છે જયારે ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી કોંગ્રેસ અને તેના નેતાઓ નાખુશ છે.ગુજરાતની ભાજપ સરકારે એસટીની વ્યવસ્થાને અને સુવિધાઓને સુધારવા માટે ૫૧ વોલ્વો,૨૭૧ સ્લીપર કોચ,૫૭૦ મીનીબસ,૯૧૫ સેમીલકઝરી બસ,૨૪ સેમી લો ફલોર,૨ એસી.,૭૬ સીએનજી બસ તેમજ ૫૨૦૮ સુપર એકસપ્રેસ મળીને કુલ ૭૧૧૭ બસોનો ખડકલો કર્યો છે.૩૦ લાખ કિમીનુ સંચાલન અને અંદાજે ૫૦ લાખ લોકોને પરિવહનની સેવા આપી છે.આ સેવાને ૯૮ ટકા ગામો સુધી પહોચાડવામા આવી છે.સરકારે વધુ બસ સારી બસના સૂત્ર અને સંકલ્પ સાથે ૨૦૧૬-૧૭માં નવી ૧૬૦૦ બસો મુકી છે.૨૦૧૭-૧૮માં ૧૬૦૦ બસો મુકવાની જોગવાઈ કરવામા આવી છે.૧૫૦ કરોડ રૂપિયા નવા બાંધકામ માટે ફાળવવામા આવ્યા છે અમદાવાદમા ૨,વડોદરામા ૨,અને મોઢેરામા એક એમ કુલ મળીને પાંચ આધુનિક બસસ્ટોપ બનાવી તમામ બસોને જીપીએસ સિસ્ટમ હેઠળ આવરી લેવામા આવી છે.
પાસધારકોનને આપવામા આવતા ડિસ્કાઉન્ટને ૪૦ ટકાથી વધારીને ૫૦ ટકા કરવામા આવ્યુ છે.એવોર્ડ મેળવેલા શિક્ષકોને મફત મુસાફરી કરવા મળે છે.મહિલાઓની કંડકટર તરીકે ભરતી કરીને રોજગારીનો માર્ગ ખોલ્યો છે.એસટીની સુવિધાની લોકો પ્રશંસા કરે છે ત્યારે વાંક દેખી કોંગ્રેસને તેમાય વાંક દેખાય છે આમ એસટી બસના વાહકોનુ કોંગ્રેસ અપમાન કરી રહી છે.કોંગ્રેસ હંમેશા વિકાસનો વિરોધ કરે છે અને વિવાદ કરે છે ભાજપા અવિરત જનસેવામા વિકાસને આગળ વધારે છે.

Related posts

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

aapnugujarat

નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

aapnugujarat

રાજપીપલા ખાતે તા. ૧૦ થી તા. ૧૫ મી જુલાઇ દરમિયાન બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1