Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૪.૫૭ની સપાટી ઉપર બંધ

ડોલર સામે રૂપિયામાં આજે મંદી જોવા મળી હતી. કારોબારના અંતે ડોલર સામે રૂપિયો ૬૪.૫૭ની સપાટીએ રહ્યો હતો. બુધવારે ૬૪.૫૨ની સપાટીએ રૂપિયો રહ્યો હતો. આજે તેમાં ૦.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો સવારે ૬૪.૫૨ની સપાટીએ ખુલ્યો હતો. એક વખતે ૬૪.૪૯ અને ૬૪.૫૮ની ઉંચી અને નીચી સપાટીએ રહ્યો હતો. બુધવારના દિવસે રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈની પોલિસી સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ફુગાવો વધવાની દહેશતને ધ્યાનમાં લઇને કોઇપણ રેટમાં ફેરફાર કરવામાં આવ્યા ન હતા પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, આર્થિક વિકાસમાં મંદી દૂર થઇ જશે. આરબીઆઈએ વલણ યથાવત રાખ્યું હતું. આનો મતલબ એ થયો કે, રેટની દિશામાં આગામી પોલિસી સમીક્ષામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હજુ સુધી આ વર્ષે રૂપિયામાં ૫.૨૮ ટકાનો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઇક્વિટી અને ડેબ્ટમાં ક્રમશઃ ૮.૫૪ અબજ ડોલર અને ૨૨.૭૭ અબજ ડોલર ઠાલવવામાં આવ્યા છે. એશિયન ચલણની વાત કરવામાં આવે તો આજે મંદી રહી હતી. કારોબારીઓ શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર નોનપેરોલના આંકડા પહેલા સાવધાનીપૂર્વકનું વલણ રહ્યું હતું. જાપાની યેનમાં ૦.૨૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સિંગાપોર ડોલરમાં ૦.૦૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાઈવાની ડોલરમાં ૦.૦૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો નરબ્માઈ સાથે બંધ રહેતા આવતીકાલે તેના કારોબાર ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Related posts

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : પરિણામો ઉપર નજર હશે

aapnugujarat

સેન્સેક્સમાં ૨૪૯ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

એપ્રિલમાં ૩૪ લાખ લોકોની રોજગારી છીનવાઈ

editor

Leave a Comment

UA-96247877-1