Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષક અશોકકુમાર, આનંદ અગ્રવાલ અને સંદીપ પાટીલે જિલ્લા ચૂંટણીતંત્ર સાથે સંયુક્ત બેઠક યોજીને કામગીરીની કરેલી સમીક્ષા

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૭ સંદર્ભે તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અને ત્યારબાદ હાથ ધરાનારી મત ગણતરીની પ્રક્રિયાનાં નિરીક્ષણ સંદર્ભે નર્મદા જિલ્લામાં નિમાયેલા કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર, કેન્દ્રિય ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી આનંદ અગ્રવાલ અને કેન્દ્રિય ચૂંટણી પોલીસ નિરીક્ષકશ્રી સંદીપ પાટીલે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા ચૂંટણીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં મતદાન પહેલાં ૭૨ કલાક દરમિયાન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રકારની કામગીરી સંદર્ભની પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે જિલ્લામાં આ દિશામાં થયેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી તેની સમીક્ષા કરી હતી.     

નિવાસી અધિક કલેક્ટરશ્રી અને મેન પાવર મેનેજમેન્ટનાં નોડલ અધિકારીશ્રી ડી.કે. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કોમ્યુનિકેશન પ્લાનનાં નોડલ અધિકારી શ્રીમતી દેવયાની ગીતાંજલી, મદદનીશ વન સંરક્ષકશ્રી સાદીક મુજાવર, નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરનાં અધિકારીશ્રી જેસીમ હાફીઝ, પોલીસ ઇન્સપેક્ટર શ્રી તાવિયાડ સહિત ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલ સંબંધિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નાંદોદ વિસ્તારનાં ૨૮ અને દેડીયાપાડા વિસ્તારનાં ૭૫ મતદાન મથકો માટે તૈયાર કરાયેલ કોમ્યુનિકેશન પ્લાન, પોલીસ અને વન વિભાગ દ્વારા શેડો એરીયામાં વોકી ટોકી – વાયરલેસ સેટથી કરાનારા સંપર્ક-સંકલનની કાર્યયોજના, ક્રિટીકલ મતદાન મથકોએ વિડીયો કેમેરાની વ્યવસ્થા, માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક, વેબકાસ્ટીંગ વ્યવસ્થા વગેરે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી.     

નર્મદા જિલ્લામાં કાર્યરત ફ્લાઇંગ સ્કોર્ડનું સમયાંતરે કાર્યક્ષેત્ર બદલવા, કાયદો-વ્યવસ્થાની જાળવણી, CAPF, SRP, પોલીસહોમગાર્ડઝનાં જવાનોનો પુરતો બંદોબસ્ત ગોઠવવા, મતદાન બાદ મૂકવામાં આવનાર EVM-VVPAT મશીનોનાં સ્ટ્રોંગરૂમના સ્થળે પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, મતદાન બાદ ડેડીયાપાડાથી રાજપીપલા ખાતે EVM-VVPAT મશીનોની પેટીઓનાં પરિવહન સાથે CAPF સુરક્ષા જવાનોનાં પુરતા બંદોબસ્તની ફાળવણી તેમજ ફ્લાઇંગ સ્કોર્ડ દ્વારા રૂા.૫૦ હજારથી વધુ રોકડ રકમ સાથે મુસાફરી કરનાર વ્યક્તિની જરૂરી પુછપરછ અને તે અંગેનાં પુરતા આધાર-પુરાવાની જરૂરી ચકાસણી થાય તે જોવા કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રીઓએ ખાસ ભાર મૂક્યો હતો.  

ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર (મો.નં- ૮૧૪૧૫૧૦૩૭૩) અને ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી આનંદ અગ્રવાલ (મો.નં. ૮૧૪૧૫૧૦૩૧૨) તથા પોલીસ નિરીક્ષક શ્રી સંદીપ પાટીલ (મો.નં- ૮૧૪૧૫૧૦૩૨૯) છે તેમજ જિલ્લા ચૂંટણી કંટ્રોલનો ટોલફ્રી નંબર- ૧૮૦૦૨૩૩૨૮૨૦ છે, જેની જાહેર નોંધ લેવા અને ચૂંટણીલક્ષી જો કોઇ ફરિયાદ કે રજૂઆત હોય તો જે તે બાબત માટે સંબંધિત કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રીઓનાં મોબાઇલ નંબર તેમજ જિલ્લા ચૂંટણી કંટ્રોલનાં ઉક્ત ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક સાધીને ફરિયાદ-રજૂઆત કરવાનો જાહેર અનુરોધ કરાયો છે.   

Related posts

ચાંદખેડામાં પરિવાર પર હુમલો કરીને દિલધડક લૂંટથી ચકચાર

aapnugujarat

પંચમહાલ પોલીસે કોરાનાથી મૃત્યુ પામેલ પોલીસ કર્મીના પરિવારજનોને સન્માનપત્ર કર્યું અર્પણ

editor

વિદ્યાર્થીનીની સાથે ક્લાસીસના શિક્ષકે અડપલા કરતા હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1