Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોલકાતાની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષીય માસૂમનું યૌન ઉત્પીડન

કોલકાતાની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાંચાર વર્ષીય માસૂમનું કહેવાતા યૌન ઉત્પીડનના કેસ બહાર આવ્યો હતો. આરોપ છે કે સ્કૂલમાં શારીરિક શિક્ષણના શિક્ષકે જ માસૂમ બાળાનું યૌન ઉત્પીડન કર્યું છે. પરિજનોની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની વિરુદ્ધ કેસ દાકલ કર્યો છે. મળતી જાણકારી મુજબ આ કિસ્સો રાનીકુથી સ્થિત જીડી બિરલા સેન્ટર ફોર એજ્યુકેશનનો છે. આરોપ છે કે સ્કૂલમાં શારીરિક શિક્ષણના શિક્ષકે માસૂમ બાળકીને લલચાવી ફોસલાવીને ટોઇલેટમાં લઇ જઇને તેની સાથે કથિત બળાત્કાર કર્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું હતું કે ગુરુવારે કહ્યું હતું કે તેમની દીકરી શાળાથી ઘરે આવી ત્યારે તેના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે પહેલાં એવું વિચાર્યું કે કોઇ ચેપને કારણે એમ થયું હશે. અમે તેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે યૌન ઉત્પીડન કર્યું છે.પીડિત બાળકીના પિતાએ આરોપ લગાવ્યો છે કે સ્કૂલના શારીરિક શિક્ષણના શિક્ષકે તેની પુત્રીની સાથે દુષ્કર્મ કર્યું છે. વાસ્તવમાં માસૂમ બાળકીએ ફોટો જોઇને આરોપી શિક્ષકની ઓળખ કરી છે.  એ બાદ પરિજનોએ સબંધિત શિક્ષકની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. બાળકીના પિતા કહ્યું હતું કે તેઓ સ્કૂલ પરિસરની અંદર બાળકોની સુરક્ષામાં ખામીની વિરુદ્ધ પણ ફરિયાદ કરશે. તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી અત્યારે તો ઘણી પરેશાનીમાં છે.  તે ગુરુવારની રાત્રિથી પીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે, જ્યાં તેની તપાસ થઇ રહી છે.આ કિસ્સા બાદ બાળકીના સબંધીઓએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યા છે. હાલમાં તો શાળામાં તણાવની સ્થિતિ છે. પરિજનોના હંગામા બાદ શાળા પ્રશાસને કિસ્સાની તપાસનું આશ્વાસન આપ્યું હતું.

Related posts

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતની કરાઈ

aapnugujarat

पर्यटन के लिहाज से दार्जिलिंग की अशांति से सिक्किम हो रहा हैं मालामाल

aapnugujarat

डीके शिवकुमार को मिली जमानत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1