Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતની કરાઈ

જંતક-મંતર પર થનાર ખેડૂત સંગઠન પ્રદર્શન પહેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ દિલ્હીના જંતર-મંતર પર કાલે થનાર ખેડૂત સંગઠનોના પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહ્યાં હતા. જોકે, આ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. દિલ્હી-હરિયાણા ટિકરી બોર્ડર પર પોલીસે બેરિકેડ્‌સ લગાવી દીધી છે. અસલમાં સોમવારે ખેડૂતોએ ત્યાં પ્રદર્શનની જાહેરાત કરેલી છે, જે માટે તેઓ કાલે રાષ્ટ્રીય રાજધાની પહોંચવાનું શરૂ કરી દેશે. રાકેશ ટિકૈતને દિલ્હી પોલીસે મધુ વિહાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. રાકેશ ટિકૈતે ટિ્‌વટ કરીને કહ્યું- સરકારના ઈશારા પર કામ કરી રહેલી પોલીસે ખેડૂતોનો અવાજ દબાવી શકશે નહીં. આ ધરપકડ એક નવી ક્રાંતિ લઈને આવશે. આ સંઘર્ષ અંતિમ શ્વાસ સુધી ચાલું રહેશે. આનાથી પહેલા સંયુક્ત ખેડૂત મોરચાએ ૧૮ ઓગસ્ટથી યૂપીના લખીમપુર-ખીરી કેસને લઈને ૭૫ કલાકના ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે, જેમાં તેમણે પોતાના પેન્ડિંગ માંગોને પૂર્ણ કરવાની માંગ કરી છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત આ પ્રદર્શનમાં પણ સામેલ થયા. લખીમપુર ખીરીના રાજાપુર કૃષિ મંડીમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત આ પ્રદર્શનમાં સામેલ થયા. અસલમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીને સસ્પેન્ડ કરવા અને તિકુનિયા હિંસા કાંડમાં જેલમાં બંધ ખેડૂતોની રિહાઈની માંગને લઈને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

Related posts

सिंघु और टीकरी बॉर्डर पर तैनात किया गया भारी सुरक्षा बल

editor

PM आवास योजना-ग्रामीण के तहत सिर्फ 54% घरों का हुआ निर्माण

editor

पेट्रोल-डीजल कीमतों में १ पैसे की गिरावट पर राहुल का सरकार पर हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1