Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ભાજપને વધુમાં વધુ ૮૦ સીટ મળશે : હાર્દિક

ગુજરાતમાં ચૂંટણી માહોલ તેના ચરમ પર પહોંચી ગયો છે. ભાજપ એક બાજુ નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા બાદ પ્રથમ વખત મેદાનમાં છે તો કોંગ્રેસ ૨૨ વર્ષનો વનસાવ ખત્મ કરવાના પ્રયત્નમાં છે. રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીમાં જીત મળે તે માટે ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આ બધાની વચ્ચે આ વખતે ગુજરાત ચૂંટણીમાં કેટલાક નવા ચેહરા પણ જોડાયા છે જેમાં પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ ખાસ છે જે હાલમાં રાજ્યની રૂપાણી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસનો સાથ આપી રહ્યાં છે જેમણે પાટીદાર સમુદાયને ભાજપ વિરૂદ્ધ જવા હાકલ કરી છે.હાર્દિક પટેલે કહ્યું કે, ગાયની હત્યાનો અધિકાર કોઈને નથી. પરંતુ ગાયની હત્યાના નામ પર કોઈની હત્યા થાય છે તો તે ખોટું છે. તેને પણ જેલમાં ધકેલવા જોઈએ. ગુજરામાં જે અમીર છે તે અમીર થયા અને જે ગરીબ છે તે ગરીબ થયા છે. ગુજરાતના લોકોને ઈડી અને ઇનકમ ટેક્સ દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે.વધુમાં હાર્દિક કહ્યું કે, ગુજરાતમાં ૫૦ લાખથી વધારે લોકો બેરોજગાર છે. પટાવાળાની નોકરી પણ નીકળે છે તો એમકોમ ડિગ્રી હોલ્ડર ફોર્મ ભરે છે. તેનાથી ખબર પડે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે. ભાજપ ગુજરાતમાં બેરોજગારીના મુદ્દા પર વાત જ નથી કરવા માગતી. બે કરોડ નોકરી આપવાનું વચન હતું તેનું શું થયું?હિન્દૂ ધર્મ વિશે હાર્દિક કહ્યું કે, ધર્મ ક્યારેય વિદ્રોહ નથી શીખવાડતું. રામે જ્યારે શબરીને ત્યાં બોર ખાધા તે તસવીર નથી બતાવતા, ભાજપવાળા એ જ તસવીર બતાવે છે જેમાં રામ રાવણને મારે ચે. હિન્દૂ ધર્મ કટ્ટરતા નહીં પરંતુ માનવતા અને સદ્ભાવના શીખવાડે છે. હાર્દિક વધુમાં કહ્યું કે, હું નર્વસ થઈ ગયો છું કે હું જે મુદ્દા સાથે નીકળું છું તે વિશા ભાજપ હજુ સુધી વાત નથી કરી રહી. હું કોઈને હેરાન કરવા નહીં, હું લોકોને જીતાડવા માટે લડી રહ્યો છું. ભાજપને કેટલી સીટ મળશે તેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, ભાજપને વધુમાં વધુ ૮૦ સીટ મળશે.

Related posts

બોટાદમા શ્રમિકો માટે મનરેગા યોજના આશાનું કિરણ સાબિત થઈ

editor

હવે ૩૬૫ દિવસ પહેલા ગમે ત્યારે લાઇસન્સ રિન્યુ કરાશે

aapnugujarat

અનલૉક-૪ : રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

editor

Leave a Comment

UA-96247877-1