Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી રમવી કે નહીં તે સરકાર જ નક્કી કરેઃ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે ક્રિકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી પર બોલતાં ધોનીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ તેનાથી પણ આગળ છે. અમારે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમવી કે નહીં તે સરકારે નક્કી કરવાનું હોય છે. રમતને સરકારની નીતિઓથી અલગ રાખી શકાય નહીં.તેણે ઉમેર્યું કે, રમત અને ક્રિકેટ દ્વારા કાશ્મીરમાં શાંતિ લાવી શકાય છે. ઉપરાંત તેની સાથે યુવાઓને મુખ્યપ્રવાહમાં સામેલ કરવા માટે સારું એજ્યુકેશન અને પૂરતી માત્રામાં રોજગારી મળવી જરૂરી છે.
આર્મી દ્વારા બારામુલાના કુંઝરમાં યોજવામાં આવેલી મેચમાં ધોનીએ ભાગ લીધો હતો. જ્યાં તેણે મીડિયા સાથે વાતચીતમાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. જે બાદ તેણે ખેલાડીઓ અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના માનદ રેંકથી સન્માનિત ધોનીએ કહ્યું કે, અહીંયા આવીને સારું લાગ્યું અને ભવિષ્યમાં પણ પરિવાર સાથે અહીંયા આવવાની કોશિશ કરીશ.
દક્ષિણ આફ્રિકા પ્રવાસે જતાં પહેલા ટીમ ઈન્ડિયાને પૂરતો સમય આપવા મુદ્દે કોહલીએ કરેલી કમેન્ટને ધોનીએ સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે આમ થાય છે. આપણે વિદેશી પીચો પર સતત રમી રહ્યા છીએ તેથી આફ્રિકાના વાતાવરણમાં સેટ થવામાં વધારે સમય નહીં લાગે.

Related posts

धौनी की बेटी के खिलाफ सोशल मीडिया पर आपत्तिजनक पोस्ट करने वाला गिरफ़्तार

editor

धोनी को ही लेने दें संन्यास का फैसला : चेतन चौहान

aapnugujarat

उमेश यादव बने बेटी के पिता

editor

Leave a Comment

UA-96247877-1