Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્સર, હાર્ટ સહિત ૫૧ દવા હવે NPPA હેઠળ : હેવાલ

નેશનલ ડ્રગ પ્રાઇઝીંગ રેગ્યુલેટર એનપીપીએ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, કેન્સર, કાર્ડિયાક સહિત ૫૧ અતિ મહત્વની દવાઓ એનપીપીએ કિંમત મર્યાદા હેઠળ લઇ લેવામાં આવી છે. કેન્સર, દુખાવા, હાર્ટ સાથે સંબંધિત દવાઓ, સ્કીન સાથે સંબંધિત બિમારીઓમાં ઉપયોગ લેવામાં આવતી દવાઓને એનપીપીએ ભાવ મર્યાદા હેઠળ લઇ લેવામાં આવી છે. આની સાથે જ આ તમામ દવાઓની કિંમતમાં છથી ૫૩ ટકા સુધીનો ઘટાડો થયો છે. અલગ જાહેરનામામાં ડ્રગ પ્રાઇઝ રેગ્યુલેટરે કહ્યું છે કે, ૧૩ ફોર્મ્યુલેશનની નોટિફાઇડ મર્યાદા કિંમત છે જ્યારે ૧૫ ફોર્મ્યુલેશન માટે પણ સુધારો કરાયો છે. નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨૩ જીવન જરૂરી દવાઓની છુટક કિંમતો સુધારી દેવામાં આવી છે. બીજી બાજુ એનેસ્થેટિક, વિટામિન-કેવન અને ટીબીને રોકવા સાથે સંબંધિત દવાઓમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એનપીપીએમાં રહેલા ઉચ્ચ સ્તરીય સુત્રોએ કહ્યું છે કે, કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ છથી ૫૩ ટકા સુધી ઘટી જશે. એનપીપીએ દ્વારા જીવન રક્ષક દવાઓની કિંમત નક્કી કરવામાં આવે છે. સંબંધિત દવાઓ ભાવ નિયંત્રણ હેઠળ આવે છે. જે દવાઓ ભાવ નિયંત્રણ હેઠળ આવતી નથી તે દવાઓમાં નિર્માતાઓને વાર્ષિક ૧૦ ટકા સુધી મહત્તમ કિંમત વધારવા માટે મંજુરી આપવામાં આવે છે. જીવન જરૂરી દવાઓની ગણતરી સામાન્યરીતે તમામ દવાઓના સામાન્ય સરેરાશના આધાર ઉપર ગણતરી કરવામાં આવે છે. ૧૯૯૭માં રચના કરવામાં આવ્યા બાદ એનપીપીએ દ્વારા અસરકારક સુધારા કરાયા છે. એક ટકાથી વધુના વેચાણ સાથેના સેગ્મેન્ટમાં રહેલી દવાઓની પહેલા નોંધ લેવાઈ છે.

Related posts

વરસાદ રોકાતાં અમરનાથ યાત્રા ફરી શરૂ

aapnugujarat

BJP’s agenda is speedy and all-round development: PM Modi in Meghalaya

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 1.620 अरब डॉलर से बढ़कर 430 अरब डॉलर हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1