Aapnu Gujarat
બ્લોગ

અઠવાડિયે પાંચ વખત ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ અટકે છે

અઠવાડિયામાં પાંચ વખત ચોકલેટ ખાવાથી વ્યક્તિનું વજન ઘટે છે અને તેને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે એમ એક નવા અભ્યાસ પરથી જણાયું છે. જે લોકોનું વજન વધારે છે તેમણે હાર્ટ એટેક કે કોરોનરી આર્ટરી ડિસીઝથી બચવા માટે અઠવાડિયામાં પાંચ વખત બ્લેક ચોકલેટ ખાવી જોઈએ તેવું અભ્યાસનું તારણ છે.
વધારે વજન ધરાવનારા લોકો કે જેઓ ચોકલેટ ખાતા નથી તેમને હાર્ટને લગતા રોગો થવાની પૂરેપૂરી સંભાવના છે.અગાઉનાં સંશોધનમાં એવું જણાયું હતું કે ઓછી પ્રોસેસ્ડ કરેલી ડાર્ક ચોકલેટ હાર્ટની તંદુરસ્તી સુધારે છે કારણ કે તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ ખરાબ કોલેસ્ટરોલને દૂર કરે છે તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને બીપી ઘટાડે છે તેમજ લોહીને ગંઠાઈ જતું રોકે છે. જે લોકોની તંદુરસ્તી સારી છે અને જેઓ વધુ વજન ઘરાવતા નથી તેવા લોકોને ડાર્ક ચોકલેટની અસર થતી નથી.
૨૮ ગ્રામ મિલ્ક ચોકલેટ કે ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ વીએ હેલ્થકેર સિસ્ટમના સંશોધકો દ્વારા અમેરિકામાં ૧,૪૮,૪૬૫ લોકોની તંદુરસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં ૬૪ વર્ષની સરેરાશ વય ધરાવનારા ૯૦ ટકા પુરુષોનો અભ્યાસ કરાયો હતો. અભ્યાસ શરૂ કરાયો ત્યારે આ પૈકી કોઈને હાર્ટનાં રોગો થયા ન હતા. રક્તનલિકાઓમાં લોહીનું પરિભ્રમણ અટવાયું હતું અને હાર્ટએટેકની શક્યતા વધી હતી. અભ્યાસમાં ભાગ લેનારાઓને કોઈ વધારાની ફ્લેવર વિના ૨૮ ગ્રામ મિલ્ક ચોકલેટ કે ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ આપવામાં આવી હતી. અઢી વર્ષ પછી ફરી તેમનો અભ્યાસ કરાયો હતો જેમાં ૪,૦૫૫ લોકોને હાર્ટને લગતા રોગો થયાનું જણાયું હતું. ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોલ્સ હોવાથી તે બીપી ઘટાડે છે અને લોહીનું ભ્રમણ સુધારે છે તેમજ પ્લેટલેટનો સરળ પ્રવાહ નળીઓમાં જાળવી રાખે છે આને પરિણામે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

भारत-रुस : नई ऊंचाईयां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1