Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

એકમાત્ર મોદીએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિરોધ કર્યો

ચીનના મામલાઓના એક ટોચના અમેરિકન એક્સપર્ટે કહ્યું કે, પીએમ મોદી ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા વિશ્વના એકમાત્ર નેતા છે. અમેરિકી એક્સપર્ટે કહ્યું કે, હાલ તો અમેરિકા પણ ચીનના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ચુપ્પી સાધીને બેસ્યું છે.અમેરિકાના પ્રતિષ્ઠિત થિંક ટૈક હડસન ઈન્સ્ટિટ્યૂટના સેન્ટર ઓન ચાઈનીઝ સ્ટ્રેટેજીના ડાયરેક્ટર માઈકલ પિલ્સબરીએ આ વાત અમેરિકાના સાંસદોની સામે કરી છે. માઈકલે કહ્યું કે, મોદી અને તેની ટીમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે. પિલ્સબરીએ કહ્યુ કે, આવું એટલા માટે થઈ રહ્યુ છે કે, ચીનનો આ પ્રોજેક્ટ ભારતીય સંપ્રભુતાની સીમાનું ઉલ્લંઘન છે.તેમણે અમેરિકી સરકારને ચુપ્પી સાધી રાખવા મામલે પણ ઘેર્યા છે. પિલ્સબરીએ કહ્યું કે, બેલ્ટ એન્ડ રોડ પહેલની શરૂઆત ૫ વર્ષ પહેલા થઈ ચૂકી છે. શરૂઆતના સમયને છોડી દેવામાં આવે તો અમેરિકન સરકાર આ બાબતે ચૂપ રહી છે. જોકે, પેન્ટાગોનના આ પૂર્વ અધિકારીએ નવી ઈન્ડો-પેસિફીક સ્ટ્રેટેજી માટે ટ્રમ્પ પ્રશાસનના વખાણ કર્યા છે.તેમણે કહ્યું કે, હાલના દિવસોમાં લોકોએ ટ્રમ્પ પ્રશાસન અને ખુદ રાષ્ટ્રપતિ દ્વારા મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસેફિક વિસ્તાર વિશે ૫૦થી વધુ વાર સાઁભળ્યું છે. ચીન આ કન્સેપ્ટને લઈને હુમલાવર છે અને તેને આ બિલકુલ પણ પસંદ નથી. ઉલ્લેખનીય છે કે, બેલ્ટ એન્ડ રોડ ચીનના મહ્‌ત્વાકાંક્ષી પરિયોજના છે, જેની મદદથી તે દુનિયાના બીજા ભાગોમાં જોડતો આર્થિક કોરિડોર બનાવવા માગે છે.આ પ્રોજક્ટમાં ૫૦ બિલિયન ડોલરનો ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પણ સામેલ છે. આ કોરિડોર પાકિસ્તાના કબજાવાળા કાશ્મીર (પીઓકે)થી થઈને પસાર થશે. ભારતે આ પર આપત્તિ વ્યક્ત કરી છે.

Related posts

પાક.ના આતંકવાદી અને દેશના ગદ્દારોનો ખાત્મો કરાશે : મોદી

aapnugujarat

નેશનલ હેરાલ્ડ કેસ : ચોથીએ અંતિમ દલીલો પર સુનાવણી

aapnugujarat

મોદી ટુંકમાં સોનિયા ગાંધીના ગઢમાં પહોંચી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1