Aapnu Gujarat
ગુજરાત

સુરત પૂર્વમાં ટિકીટને લઈ મુસ્લિમોએ કોંગ્રેસ પાર્ટી પર વધારેલું દબાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થઇ ગયા બાદથી ટિકિટ ફાળવણીને લઇને જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. હવે સુરત પૂર્વમાં કોંગ્રેસની તકલીફ પણ વધી રહી છે. કારણ કે મુસ્લિમ નેતાઓએ ચેતવણી આપી છે કે, જો ટિકિટ મળશે નહીં તો મતદાન પણ કરવામાં આવશે નહીં. વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેર કોંગ્રેસમાં સ્થિતિ અસંતોષવાળી દેખાઈ રહી છે. કારણ કે મુસ્લિમ નેતાઓ પાર્ટી નેતાઓ ઉપર ટિકિટ ફાળવણીને લઇને દબાણ વધારી રહ્યા છે. સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ટિકિટ આપવાને લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર મુસ્લિમ અગ્રણીઓએ દબાણ વધારી દીધું છે. બેનરો અને પોસ્ટરો પણ મોટાપાયે લાગી ગયા છે. મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ મતદારો દ્વારા પણ કરવામાં આવી છે. મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં બેનર લગાવી દેવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમોને ટિકિટ નહીં તો મતદાન પણ કરવામાં આવશે નહીં. સુરત પૂર્વ મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીની જીતની ખાતરી કરવા મુસ્લિમો સંગઠિત થઇ રહ્યા છે પરંતુ હવે સ્થિતિ જટિલ બની ગઈ છે. બેનરોમાં સ્પષ્ટ ચેતવણી કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવી ચુકી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, જો મુસ્લિમોને ટિકિટ નહીં મળે તો આ સમુદાય ચૂંટણીનો બહિષ્કાર કરશે. પાર્ટીના આંતરિક સુત્રોનું કહેવું છે કે, સમુદાયમાં યુવા નેતાઓના ગ્રુપ તરફથી કોંગ્રેસ પાર્ટી ઉપર દબાણ વધારવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટી ટિકિટ અનેક ઉમેદવારોને આપવા માટે કરવામાં આવી છે. બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ભાવિ પગલાને લઇને ટૂંક સમયમાં જ નિર્ણય કરવામાં આવશે. કોંગ્રેસ વર્કરો દ્વારા બેનરો અને પોસ્ટરોને દૂર કરવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે. મોટાભાગના સ્થળોથી બેનરો દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રકારના બેનર ફરી લાગી શકે છે. વર્ષ ૨૦૦૨માં ગોધરા રમખાણ બાદ કોંગ્રેસ પાર્ટીએ સુરત પૂર્વમાં વિધાનસભાની બેઠક જીતી છે. ૨૦૦૨માં કોંગ્રેસના ઉમેદવાર મનિષ ગિલિટવાલાએ ખત્રી સમુદાયના મતદારોમાં વિભાજનના પરિણામ સ્વરુપે ૧૯૫૨ મતથી આ સીટ જીત હતી. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીમા ંપ્રથમ વખત વર્ષ ૨૦૧૨માં લઘુમતિ સમુદાયના ઉમેદવારને સુરત પૂર્વમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કાદિર પીરઝાદાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ અહીં તેમની હાર થઇ હતી.

Related posts

कॉर्पोरेशन द्वारा फर्जी बिल घोटाले के मामले में बड़े लोगों को बचाने पुलिस शिकायत नहीं होने की संभावना

aapnugujarat

હવે ભાવિ પેઢીને ૫૦ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો અપાશે

aapnugujarat

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને માર્ગદર્શન આપવા પાલનપુર, મહેસાણા અને ભરૂચ વિભાગમાં સલાહકાર સમિતિની પુનઃરચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1