Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી શુક્રવારે જાહેર થવા વકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી હવે શુક્રવારે જાહેર થવાની શકયતા છે. આમ તો, આજે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી જો કે, છેલ્લી ઘડીયે કોઇક મુદ્દે ઘોંચ પડતાં સ્ક્રીનીંગ કમીટીની બેઠક બે દિવસ માટે મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આવતીકાલે નામોના મુદ્દે ચર્ચા હાથ ધરી હવે પરમ દિવસે એટલે કે, શુક્રવારે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાને લઇ ભારે મથામણ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટી અને હાઇકમાન્ડની બેઠકોના દોર ચાલી રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓની મુલાકાતના દોર પણ ત્યાં વધી રહ્યા છે પરંતુ હજુ સુધી ઉમેદવારોની પ્રથમ યાદીને લઇ સ્થિતિ સ્પષ્ટ થઇ રહી નથી. પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે કોંગ્રેસ માટે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં સમાવાતા ઠાકોર સમાજને પ્રાધાન્યતા, હાર્દિક પટેલ આણિમંડળીને રાજી રાખવા પાસના નેતાઓને કેટલી ટિકિટ આપવી, આ સિવાય દલિત સમાજને ખુશ રાખવા દલિતોને મહત્વની સાથે સાથે લઘુમતી સમાજ તેમ જ મહિલાઓને પ્રાધાન્યતા સહિતના મામલે કોંગ્રેસમાં ભારે મતભેદ અને મનભેદ સામે આવી રહ્યા છે. બેઠકોની વહેંચણી પક્ષ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. જૂના વફાદાર ઉમેદવારોને હાંસિયામાં ધકેલી રાજકારણના સર્જાયેલા નવા સમીકરણોના આધારે હવે નવા આગંતુકોને પણ તક આપવાની પક્ષને ફરજ પડે તેમ છે અને તેના લીધે વર્ષો જૂના વફાદારો અથવા સંનિષ્ઠ માણસોની નારાજગી વ્હોરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે આ સમગ્ર મામલે હાલ કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની પ્રથમ યાદીની પ્રક્રિયા ફરી એકવાર મુલત્વી રહી છે. આમ તો, આજે કોંગ્રેસની દિલ્હી ખાતે મળેલી સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આજે ફાઇનલ કરી એકાદ-બે દિવસમાં જાહેર કરી દેવાનું આયોજન હતું પરંતુ ઉપરોકત મુદ્દાઓ પૈકી કોઇ મુદ્દે મામલો ઘોંચમાં પડતા પ્રક્રિયા હાલ મુલત્વી રખાઇ હતી. હવે પરમદિવસે આ સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ થાય તેમ છે. એ દિવસે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાય તેવી શકયતા છે.

Related posts

રતનપોળમાં સોનીની હત્યાના ગુનામાં ૩ આરોપીની ધરપકડ

aapnugujarat

डांग और साबरकांठा में भारी बारिश से बाढ़ः कपराड़ा में ८ इंच

aapnugujarat

ડોઝીયર અધુરૂ : હેરીટેજ સીટી જાહેર કરવાના પ્રયાસને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1