Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માતા વૈષ્ણોદેવીના દર્શન રોજ ૫૦ હજાર શ્રદ્ધાળુ કરી શકશે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (એનજીટી) માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને આદેશ કરતા કહ્યું છે કે, વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન એક દિવસમાં માત્ર ૫૦૦૦૦ શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટેની મંજુરી આપવામાં આવે. એનજીટીએ આજે એક અરજી ઉપર સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, માતા વૈષ્ણોદેવીના મંદિરમાં હજુ સુધી એક દિવસમાં વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા પરંતુ હવે એક દિવસમાં ૫૦૦૦૦ શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા માટેની મંજુરી આપવામાં આવશે. જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઇને આ આદેશ કરવામાં આવ્યો છે. એનજીટીએ યાત્રા માર્ગ ઉપર કોઇપણ પ્રકારના નિર્માણ ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે. અત્રે નોંધનીય છે કે, દેશ અને દુનિયામાંથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. માતાના દર્શન માટે દરેક શ્રદ્ધાળુને કટરા સ્થિત શ્રાઈન બોર્ડ કચેરીથી પત્રિકા લઇને યાત્રા શરૂ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ યાત્રીઓને બાણગંગાના માર્ગથી ૧૪ કિલોમીટરની યાત્રા શરૂ કરવાની જરૂર હોય છે. એનજીટીએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કટરામાં ગંદગી ફેળાવનાર લોકો ઉપર પણ દંડ લાગૂ કરવામાં આવશે. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં લોકોને પાંચ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. એનજીટીએ પોતાના આદેશમાં કહ્યું છે કે, જો શ્રાઇન બોર્ડને આનાથી વધારે શ્રદ્ધાળુઓને યાત્રા નોંધણીની સૂચના મળે છે તો વધારાના શ્રદ્ધાળુઓને કટરા અને અર્ધકુંવારીમાં રોકવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે. આની સાથે સાથે એનજીટીએ અન્ય કેટલાક આદેશો જારી કર્યા છે. યાત્રીઓની સુવિધા માટે પુરતી વ્યવસ્થા કરવાની બાબત શ્રાઇન બોર્ડ માટે પડકારરુપ રહેશે. કટરામાં નોંધણી કરાવીને આગળ વધનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે રહેશે તો નિયંત્રણોના કાયદા હેઠળ રોકાવવાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં આગલા દિવસ માટે પત્રિકા મળશે. આનાથી માતાના ધામની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પત્રિકા લેવાની બાબત વધારે ઉપયોગી રહેશે. વૈષ્ણોદેવી દર્શન માટે આવનાર શ્રદ્ધાળુઓ અને ત્યાના વહીવટીતંત્રને આ પવિત્ર સ્થળ ઉપર સ્વચ્છતાને લઇને સાવધાની રાખવી પડશે. જો કોઇ પણ કટરામાં ગંદગી કરતા નજરે પડશે તો તેમના પર ૨૦૦૦ રૂપિયાના દંડ લાગૂ કરવામાં આવશે. માતા વૈષ્ણોદેવી યાત્રા માટે એનજીટીએ શ્રાઈન બોર્ડને આદેશ કર્યો છે કે, યાત્રા માટે નવા રસ્તાને ૨૪મી નવેમ્બરથી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. આ માર્ગ ઉપર માત્ર ચાલતા શ્રદ્ધાળુઓ ચાલશે. સાથે સાથે બેટરી દ્વારા સંચાલિત કારો દોડી શકશે. એટલે કે આ રસ્તા પર હવે અન્ય સુવિધાઓ જેમ કે અશ્વ અને પાલખી જેવી સુવિધા મળશે નહીં. બેટરી કારનો ઉપયોગ કરી શકાશે. એનજીટીએ પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે, કટરામાં રોકાવવા માટે હોટલોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે જેથી હજુ સુધી કોઇને પણ રોકાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો ન હતો.

Related posts

ઓનલાઇન સસ્તા એસી વેચશે સરકાર, ૪૦% સુધી લાઇટ બિલની થશે બચત

aapnugujarat

ચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ : રાહુલ ગાંધી

aapnugujarat

ત્રાસવાદ અંગે ઇમરાન ખાનના મૌન સામે અમિત શાહના પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1