Aapnu Gujarat
રાષ્ટ્રીય

પદ્માવતી ફિલ્મને વિવાદ જારી

ફિલ્મ પદ્માવતીને લઇને વિવાદ હજુ પણ અકબંધ રહ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ફિલ્મને લઇને સતત દેખાવો કરવામાં આવી રહ્યા છે. માર્ગો ઉપર ઉતરી રહેલા દેખાવકારોનું કહેવું છે કે, પદ્માવતી ફિલ્મમાં પદ્માવતીના પાત્ર સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને ખોટીરીતે રજૂ કરવામાં આવ્યા છે જેને કોઇ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શન વચ્ચે રાજપૂતકરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કાલવીએ ફરી એકવાર વાંધો ઉઠાવ્યો છે. ગુજરાતમાં રાજપૂત સમાજે પણ આની સામે વાંધો ઉઠાવ્યો છે. રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન કાર્યક્રમમાં કાલવીએ કહ્યું હતું કે, આ કોઇ ફિલ્મ નહીં બલ્કે ઇતિહાસ છે. ફિલ્મ માં કોઇપણ તથ્યો સાથે ચેડાને ચલાવી લેવામાં આવશે નહીં. પદ્માવતીની રજૂઆતને લઇને લોકો માર્ગો ઉપર ઉતરી રહ્યા છે. દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. પદ્માવતી ફિલ્મ મહારાણી પદ્માવતી ઉપર આધારિત છે. ફિલ્મના ટ્રેલરમાં પદ્માવતીને વાંધાજનક સ્થિતિમાં દર્શાવવામાં આવી છે. આનાથી માત્ર રાજપૂત સમાજને જ નહીં બલ્કે ભારતીય સંસ્કૃતિને પણ નુકસાન થશે.

Related posts

ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું પાંચમું પરીક્ષણ સફળ

aapnugujarat

नहीं पता था इकबाल मेमन ही है ड्रग माफिया ‘मिर्ची’ : प्रफुल्ल पटेल ने ईडी को बताया

aapnugujarat

सिद्धू ने मांगी पाकिस्तान जाने की इजाजत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1