Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વભરમાં વોટ્‌સએપ થોડાક સમય માટે બંધ

વોટ્‌સએપ આજે થોડાક સમય માટે બંધ પડી જતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. જાણિતા મેસેજિંગ એપ વોટ્‌સએપ દુનિયાભરમાં ડાઉન હોવાના અહેવાલથી બપોરના ગાળામાં મેસેજો આવી રહ્યા ન હતા. આને લઇને વોટ્‌સએપના લાખો યુઝર મુશ્કેલીમાં મુકાયા હતા. લાખો યુઝર વોટ્‌સએપના એપ અને વેબ સર્વિસ કામ નહીં કરતી હોવાની ફરિયાદ કરી હતી. ટિ્‌વટર ઉપર આ અંગેની માહિતી યુઝરો દ્વારા આપવામાં આવી હતી. એકાએક સર્વર ડાઉન થઇ જવાના પરિણામ સ્વરુપે યુઝર વોટ્‌સએપથી મેસેજો મોકલી શક્યા ન હતા. સાથે સાથે તેમને સંદેશાઓ મળી રહ્યા પણ ન હતા. ફેસબુકની માલિકીના વોટ્‌સએપ મેસેજિંગનો ઉપયોગ ભારતમાં લાખો લોકો કરી રહ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, આજે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ વોટ્‌સએપ ઉપર મેસેજ આવવાના અને જવાના બંધ થઇ ગયા હતા. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્‌વટરનો ઉપયોગ કરતા યુઝર દ્વારા વોટ્‌સએપની આ સમસ્યા અંગે માહિતી આપી હતી. મોડે સુધી આ તકલીફને લઇને ફેસબુક અને વોટ્‌સએપ તરફથી કોઇપણ માહિતી સત્તાવારરીતે જારી કરવામાં આવી ન હતી. આને લઇને યુઝરોમાં તર્ક વિતર્કોનો દોર રહ્યો હતો. જો કે મોડેથી વોટ્‌સએપ સેવા ફરી રાબેતા મુજબ બની જતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. જો કે, બપોરના ગાળામાં દુનિયાભરમાં થોડાક સમય માટે વોટ્‌સએપ સેવા ઠપ થઇ ગઇ હતી.

Related posts

ભારતીય સ્ટાર્ટઅપ્સના ૧ બિલિયન ડોલર્સ એસવીબી બેન્કમાં ફસાયા

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૨૦૦ કરોડ ખેંચાયા

aapnugujarat

નાણાં મંત્રાલયે માન્યું કે થોડી સુસ્ત થઈ છે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1