Aapnu Gujarat
રમતગમત

પૂર્વ ખેલ મંત્રીએ પદ્મ શ્રી માટે શ્રીકાંતના નામની કરી ભલામણ

હાલના સત્રમાં શાનદાર દેખાવ કરનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતને પૂર્વ ખેલ મંત્રી વિજય ગોયલે પ્રતિષ્ઠિત પદ્મ શ્રી પુરસ્કાર માટે નામિત કર્યો છે.
શ્રીકાંતે ગત સપ્તાહે ફ્રેન્ચ ઓપન જીતી એક કેલેન્ડર સત્રમાં ચાર સુપર સિરીઝ ટૂર્નામેન્ટ જીતનાર ભારતનો પ્રથમ અને દુનિયાનો ચોથો બેડમિન્ટન ખેલાડી બન્યો હતો. સંસદીય કાર્ય મંત્રી વિજય ગોયલે ગૃહ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખી શ્રીકાંતના નામની ભલામણ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન માટે કરી છે.
ગોયલે લખ્યું છે કે, હાલની પરિસ્થિતિઓમાં આવશ્યક છે કે, ભારતમાં આ ખેલમાં તેના યોગદાનનો સ્વિકાર કરતા આ યુવા ખેલાડીને પ્રેરિત કરવામાં આવે. તે દેશના યુવા ખેલાડીઓ માટે આદર્શ છે, અને લાખો લોકો ઇચ્છે છે કે, તેની સિદ્વિઓને માન્યતા મળે. કેટલાક લોકોએ મારો સંપર્ક કર્યો છે કે, પૂર્વ ખેલ મંત્રીના નાતે હું આ વર્ષના પદ્મ શ્રી પુરસ્કાર માટે તેના નામની ભલામણ કરું. એટલા માટે ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં લેતા કિંદાબી શ્રીકાંતના નામની ભલામણ પદ્મ શ્રી પુરસ્કાર માટે કરું છું.

Related posts

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી ટેસ્ટ : વિરાટ સેના પૂર્ણ તૈયાર

aapnugujarat

આવતીકાલે કેપટાઉનમાં ભારત-આફ્રિકા વચ્ચે ત્રીજી વન-ડે

aapnugujarat

कोहली ने की सचिन की बराबरी : बुमराह ४ स्थान पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1