Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં આઈએસના બે ત્રાસવાદી ઝડપાતા ચકચાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંક મચાવવાનો ઇરાદો ધરાવનાર બે કુખ્યાત ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોબાઇલ અને પેન ડ્રાઇવ કબજે કરવામાં આવી છે. ઝડપાયેલા બંને ત્રાસવાદીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે જે પૈકી એક ઓબેદ મિર્ઝા અને બીજો કાસિમ સ્ટીમરવાલા તરીકે ઓળખાયો છે. બંને આઈએસના ત્રાસવાદી હોવાની વિગતો સાંપડી છે. અમદાવાદમાં આ ત્રાસવાદીઓ હુમલા કરવાની યોજના બનાવતા હતા. ચોક્કસ બાતમી મળ્યા બાદ એટીએસે જાળ બિછાવી હતી જેના આધાર પર બંનેને જુદી જુદી જગ્યા પરથી પકડી પાડવામાં આવ્યા છે. આઈએસના આ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આકરી પુછપરછનો દોર શરૂ થયો છે. અમદાવાદમાં હુમલો કરવાની ખતરનાક યોજના આ લોકોએ કરી હતી. ખાડી ગામમાં ગતિવિધિ ચલાવી રહ્યા હતા. ત્રાસવાદીઓ પાસે અન્ય કોઇ પ્રકારના દસ્તાવેજો મળ્યા છે કે કેમ તેને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. એટીએસની મોટી સફળતા તરીકે આને ગણવામાં આવે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે સમય રહ્યો નથી. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ ચુકી છે. માં આવી રહી હતી તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.

Related posts

પાદર તાલુકાના લતીપુર તળાવમાં યુવક ડૂબ્યો

aapnugujarat

PM Modi’s era is an era of honesty, which made all round development possible : Rupani

editor

हार्दिक के आगे झुकी कांग्रेस ८ समर्थकों को देगी टिकट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1