Aapnu Gujarat
ગુજરાત

વડોદરા : મોદીના રોડ શોમાં સ્વયંભુ લોકો ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પહોંચ્યા હતા. જુદા જુદા કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહ્યા હતા. સાંજે વડાપ્રધાને વડોદરામાં રોડ શો યોજીને પોતાની લોકપ્રિયતાની સાબિતી આપી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે હવે રણશિંગૂ હવે કોઇપણ સમયે ફૂંકાઈ શકે છે. જાણકાર લોકો તો અહીં સુધી કહી રહ્યા છે કે, ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલા મોદીની આ છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. જો કે, હજુ સુધી ચૂંટણી કાર્યક્રમને લઇને સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. ગુજરાત ભાજપ માટે કેટલું મહત્વપૂર્ણ છે તેની સાબિતી આનાથી જ મળે છે કે, છેલ્લા એક મહિનામાં મોદી ત્રીજી વખત ગુજરાત પહોંચ્યા છે. વારંવાર ગુજરાતની તેમની યાત્રા દર્શાવે છે કે, ગુજરાત પર તેઓ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. વર્ષમાં નવમી વખત અને આ મહિનામાં ત્રીજી વખત મોદી ગુજરાત પહોંચ્યા છે. રોડ શો દરમિયાન લોકો માર્ગોની બંને બાજુએ ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પરત જતી વખતે નવલખી મેદાનથી એરપોર્ટ સુધી ૧૪ કિલોમીટર લાંબો રોડ શો યોજયો હતો. જેને લઇ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાંથી વિશાળ જનમેદની સ્વયંભુ ઉમટી હતી. મોદીના કાફલો જઇ રહ્યો હતો ત્યારે રસ્તાની બંને બાજુએ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, તેઓને સંભાળવામાં પોલીસ અને સુરક્ષા જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોદીએ પોતાની કારમાંથી ઉપસ્થિત જનમેદનીને હાથ હલાવી અને બે હાથ જોડી નમન કરી તેમનું અભિવાદન કરતાં હતા… તો ઉમટેલા લોકો પણ વડાપ્રધાનને હાથ હલાવી, નમન કરી તેમનું અભિવાદન કરી સત્કાર કરતા હતા. મોદીના રોડ શોને લઇ માણેક પાર્ક સર્કલથી નવલખી સુધીના રસ્તા પર ૨૦૦ મીટરના વિસ્તાર સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો હતો તો, એરપોર્ટથી નવલખી મેદાન સુધીના રસ્તા પર સાત કલાક સુધી નો પાર્કિંગના જાહેરનામાનો અમલ કરાયો હતો.

Related posts

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat

ઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી

aapnugujarat

વડોદરા તાલુકાના સોખડા ગામે  મહિલાઓને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1