Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોબાઇલ એપથી સરળતાથી કરી શકાશે આધાર વેરિફિકેશન

આધાર ઑથેંટિકેશનનો ઉપયોગ કરનાર ટ્રાન્ઝેક્શનની સંખ્યા સપ્ટેમ્બરમાં ૧૦૦ થી ૧૫૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. આ બાયોમેટ્રિક આઇ.ડીનો ઉપયોગમાં આવેલા આ મોટા ઉછાળાને જોઇને સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ એમઆધાર એપ પર આધાર ઑથેંટિકેશનના ફિચરને લઇને આવશે જેનાથી આધાર ઑથેંટિકેશનની પ્રક્રિયા વધારે સરળ બનશે.સરકારી સૂત્રોનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ૧૪૮.૩ કરોડ આધાર ઑથેંટિકેશન થયા, જે દેશની કુલ જનસંખ્યા કરતા પણ વધારે છે. ગત ડિસેમ્બરમાં આ સંખ્યા ૧૭ કરોડ હતી જે આ વર્ષે કેટલાય ગણા વધી ગઇ છે. એનો અર્થ એ થયો કે, આધાર કાર્ડધારક વિવિધ લાભ મેળવવા મહિનામાં એક કે બે વખતે તેનો ઉપયોગ કરે છે.આ સમયે લગભગ ૧૧૮.૫ કરોડ લોકોની પાસે આધાર છે, તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ ઓટીપી આધારિત આધાર ઑથેંટિકેશન પોતાની તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી એપ એમઆધાર પર પણ ઇનેબલ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં ૩૧ કરોડ ટ્રાન્ઝેક્શન ઓટીપીના ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા.યુઆઆઇડીએઆઇની સૌથી મોટી મુશ્કેલી ખરાબ મોબાઇલ નેટવર્ક અને સિગ્નલ, જેના કારણથી સમય પર ઓટીપી યૂઝર્સની સુધી પહોંચી નથી શકતા, કેટલીક વખત પાસવર્ડ સમય પર ડિલિવર નથી થતા. જૂલાઇમાં લોન્ચ થયેલી આ એપને અત્યાર સુધીમાં ૧૦ લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપમાં ઓટીપી કંફ્શન આવ્યા પછી મોબાઇલ નેટવર્ક્સ પરની નિર્ભરતા પૂરી થઇ જશે.એમઆધાર એપમાં ટાઇમ-બેસ્ડ ઓટીપી (ટીઓટીપી) હશે જેનાથી ફોન પર ઓટીપી મેળવવાની રાહ જોવાની બાધ્યતા પૂરી થઇ જશે. એપમાં હમેશાં એક ટીઓટીપી હશે જે ૩૦ સેકન્ડ્‌સમાં બદલાશે.

Related posts

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ

aapnugujarat

Security forces killed 1 militant in Sopore gunfight

aapnugujarat

माता वैष्णवो देवी और दिल्ली के बीच जल्द चलेगी द्रुतगामी रेलगाड़ी वंदेभारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1