Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨૫ લાખ ટન મગફળીના ઉત્પાદનનું અનુમાન

સીંગતેલના ઉપભોક્તાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો છે, જેથી સીંગતેલના ભાવો વર્ષ દરમિયાન જળવાઈ રહેવાના છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની ૬૮મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં મગફળીનું ઉત્પાદન અને સિંગતેલના વાર્ષિક ભાવોનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં મગફળી અને સિંગતેલના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કરાયો છે. ગુજરાતના ૩૩ જિલ્લા પૈકી ૧૫ જિલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન થાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. સોમાના સભ્યએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે, ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ૨૫ લાખ ટન થઈ શકે છે.મગફળીનું તેલ સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતીઓ રોગે છે. મગફળીના તેલના અનેક ગુણ હોવાની અને બ્રાન્ડના રૂપમાં પ્રસિદ્ધ કરવા પગલાં ભરવાની વેટ સોમાની વાર્ષિક સભામાં રજૂ થઈ. એટલું જ નહીં સોમાની સભામાં સીંગતેલનો ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ ની વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. વર્ષની ખરીદી તહેવારો ઉપર જ થતી હોવાની માન્યતા અને પેટર્ન પણ ગ્રાહકોની બદલાઈ છે. દેશમાં ખપત થતા ખાદ્ય તેલમાં સીંગતેલનો હિસ્સો માત્ર ૮થી ૧૦ ટકા જ હોવાનું જણાવવામાં આવ્યું છે.
એક અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રાજકોટમાં ૪ લાખ ટન જ્યારે જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં ૨થી ૩.૨૫ લાખ ટન થશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ૮૦ હજારથી ૧.૨૫ લાખ ટન મગફળી ઉત્પાદન થશે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવો આપવા માટે સરકારે લાભ પાંચમથી જ મગફળી ખરીદવી જરૂરી બની છે.

Related posts

પદયાત્રીઓની સલામતી માટે પગદંડી બનાવાશેઃ રૂપાણી

aapnugujarat

બાર કાઉન્સીલની આજે ચૂંટણી થશે : ૯૯ ઉમેદવારો મેદાનમાં

aapnugujarat

સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1