Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોલીસ પુછપરછમાં હનીપ્રીતે પોતાની સિક્રેટ ડાયરી હોવાનો પર્દાફાશ કર્યો

ડેરા સચ્ચાના બળાત્કારી રામ રહીમની કહેવાતી પુત્રી હનીપ્રીત હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ પુછપરછમાં હનીપ્રીતે પોતાની સિક્રેટ ડાયરી અંગેનો ખુલાસો કર્યો છે.
આ સિક્રેટ ડાયરી હનીપ્રીતે ડેરામાં કઇ જગ્યાએ છુપાવીને રાખી છે. એ હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી. જોકે પોલીસના જણાવ્યા અનુસાર હનીપ્રીતની સિક્રેટ ડાયરીમાં ડેરામાં થતી પૈસાની લેવડ-દેવડના આંકડા ઉપરાંત ડેરાના ઢગલાબંધ રહસ્યોની જાણકારી તેમાં છુપાયેલી છે. આ સાથે ડાયરીમાં ડેરામાં થતી મહત્વપૂર્ણ બેઠકોની પણ જાણકારી છે.
આ ઉપરાંત પોલિસ ડેરાના મુખ્ય કાર્યાલયના જપ્ત કરેલા ૬૫ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની મદદથી ડેરાની ગુપ્ત માહીતી પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહી છે.
હાલમાં પોલીસને એક હાર્ડ ડીસ્કમાંથી રૂ. ૭૦૦ કરોડ લેવડ- દેવડની જાણકારી પ્રાપ્ત થઇ છે.હનીપ્રીતે પોતાની સિક્રેટ ડાયરી અંગે કરેલા ખુલાસો કરતા પોલીસની આંખો ફાટીની ફાટી રહી ગઇ છે. જાણવા મળી રહ્યું છે કે આ ડાયરીમાં ડેરામાંથી ગાયબ થયેલા કરોડો રૂપિયાની જાણકારી પ્રાપ્ત થાય તેવી શંકા સેવાઇ રહી છે.

Related posts

છેલ્લાં ૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ

aapnugujarat

કેજરીવાલે ગઠબંધનના સંદર્ભે કોઈ પણ વાત કરી નથી : શીલા

aapnugujarat

સ્કૂલ-કોલેજની સાથે ઓફિસોમાં પણ વંદે માતરમ ગાવું ફરજિયાત કર્યું : મદ્રાસ હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1