Aapnu Gujarat
બિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં આઠ ચાવીરૂપ પરિબળની અસર જોવા મળશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કુલ આઠ પરિબળોની અસર જોવા મળી શકે છે. આ આઠ પરિબળો દલાલસ્ટ્રીટ કારોબારની દિશા નક્કી કરશે. જો કે, નવા કારોબારી સેશનમાં હાલના હકારાત્મક નિર્ણયોની સીધી અસર જોવા મળી શકે છે. જીએસટી વ્યવસ્થામાં નિકાસકારો અને નાના કારોબારીઓ માટે મોટી રાહતની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આની રાહ જોવામાં આવી રહી હતી. શુક્રવારના દિવસે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૧૮૧૪ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૯૯૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જે આઠ પરિબળો રહેલા છે તેમાં અમેરિકાના જોબ ડેટા, માઇક્રો ઇકોનોમિકના આંકડા, આઈઆઈપીના આંકડા, સપ્ટેમ્બર મહિના માટેના સીપીઆઈના આંકડાનો સમાવેશ થાય છે. બે આઈપીઓ, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, જીએસટીને લઇને શુક્રવારે કરવામાં આવેલી જાહેરાતો જેવા પરિબળોની અસર રહેશે. સપ્ટેમ્બર મહિના માટે સીપીઆઈના આંકડા ૧૨મી ઓક્ટોબરના દિવસે જારી કરવામાં આવનાર છે. આવી જ રીતે ભારતના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટાના આંકડા પણ ૧૨મીએ જાહેર કરવામાં આવશે. રૂપિયાની અવરજવરની અસર પણ સીધી અસર રહેશે. શુક્રવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં દિવાળી બોનાન્ઝાની જાહેરાત કરવામાં આવી હતી. નિકાસકારો, નાના કારોબારીઓ અને જ્વેલર્સ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. નિકાસકારોને રાહત આપવાની જાહેરાત કરતા જણાવવામાં આવ્યુ છે કે, જુલાઈ અને ઓગસ્ટના મહિના માટે રિટર્ન ૧૦મી ઓક્ટોબર અને ૧૮મી ઓક્ટોબર વચ્ચે ચેક મારફતે રિફંડ કરવામાં આવશે. વધુમાં પહેલી એપ્રિલ ૨૦૧૮ સુધી દરેક નિકાસકાર માટે ઇવોલેટની રચના કરાશે.
પ્રક્રિયાને આગળ વધારવા માટે આની રચના કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલ અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા. દોઢ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કારોબારીઓને દર મહિને રિટર્ન દાખલ કરવાથી રાહત આપવામાં આવી હતી. હવે આ કારોબારીઓ ત્રણ મહિનામાં રિટર્ન દાખલ કરી શકશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં ૨૭ વસ્તુ પર જીએસટી રેટને ઘટાડવાનો નિર્ણય કરાયો હતો. અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ ઉપર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. લોકો દ્વારા બનાવવામાં આવતા યાર્ન માટે ટેક્સ રેટ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો હતો. આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉપર રાહત રહેશે. જુલાઇ નિકાસમાટે રિફંડ ચેક ૧૦મી ઓક્ટોબર સુધી પ્રોસેસમાં રહેશે. ઓગસ્ટ નિકાસ માટે રિફંડ ચેક ૧૮મી ઓક્ટોબર સુધી થઇ જશે. આગામી સપ્તાહ સુધી આર્થિક ડેટા બજારની દિશા નક્કી કરશે. ૫.૭ ટકાના નબળા જીડીપી ગ્રોથ રેટના કારણે સરકારની ચારેબાજુ ટિકા થઇ રહી છે. આવી સ્થિતિમાં આર્થિક પેકેજની જાહેરાત કરવાને લઇને સરકાર વિચારણા કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, બુધવારના દિવસે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

Anil Ambani gets place into international advisory board of global think-tank The Atlantic Council

aapnugujarat

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

aapnugujarat

जेट एयरवेज के पूर्व CEO दुबे के खिलाफ मंत्रालय ने जारी किया लुकआउट नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1