Aapnu Gujarat
ગુજરાત

મહીસાગર જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર અને ખાનપુર તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાના “સેવા સેતુ” કાર્યક્રમ ૨૨ સપ્ટેબર-૧૭ ના રોજ યોજાયા

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલમાં આવેલ છે. તે અંતર્ગત વ્યક્તિલક્ષી રજુઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો માટે અરજીઓ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ,  આ ઉપરાંત નાણા વિભાગ ભીમ  એપ, કેસલેસ લીટરેસી (ડીઝીટલ  ટ્રાન્સેકશન  લીટરસી) મહિલા અને  બાળ  વિકાસ વિભાગ આઇસીડીએસ  બાળકોના આધારકાર્ડ,સા. વ. વિ. /આયોજન આધારકાર્ડ સંલગ્ન  મોબાઇલ નંબર પરિવર્તન, મહેસુલ વિભાગ રેવન્યુ રેર્ડ માટે-વારસાયઇ અરજી, ઉર્જા અને પે.કે. વિભાગ ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ, કૃષિ,  ખેડૂત કલ્યાણ અને સહકાર કિસાન ક્રેડીટકાર્ડ, આરોગ્ય અને  પરિવાર કલ્યાણ વિભાગ મેડીકલ કેમ્પ- ઉકાળા વિતરણ,જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

આ સેવા સેતુ કાર્યક્રમ તા.૨૨- સપ્ટેમ્બર/૨૦૧૭ના રોજ સવારે ૦૯/૦૦ કલાકથી સંતરામપુર  તાલુકાના પરથમપુરા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર વાઇઝ સમાવિષ્ટ ગામોના લોકોએ વ્યક્તિલક્ષી અરજીઓ આવી હતી આ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો, બાલાસિનોર તાલુકાના કંબોપા પ્રાથમિક ખાતે ક્લસ્ટર વાઇઝ સમાવિષ્ટ ગામોના લોકોએ વ્યક્તિલક્ષી અરજીઓ આવી હતી જેનો સ્થળ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, અને ખાનપુર તાલુકાના મદાપુરા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર વાઇઝ સમાવિષ્ટ ગામોના લોકોએ વ્યક્તિલક્ષી અરજીઓ આવી હતી જેનો સ્થળ પર  અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આમ ત્રણેય તાલુકાની આવેલ ગ્રામ્ય કક્ષાઓની અરજીઓનો આ સેવાસેતું કાર્યક્રમના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ત્રણેય તાલુકાના મેડીકલ ઓફીસરો દ્વારા સ્વાઇનફલુના આર્યુવેદ ઉકાળાનો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો અરજદારોએ લાભ લીધો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમમાં  સંતરામપુર, બાલાસિનોર અને ખાનપુર  તાલુકાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મેડીકલ ઓફીસરો, પશુચિત્કિસકો, એમ.જી.વી.સી.એલના અધિકારીઓ ત્રણે તાલુકાના ગામોના લોકો આ ત્રણેય જગ્યાના “સેવા સેતુ” કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહે અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રેલ્વે સ્ટેશન બનાવવા તૈયારી

aapnugujarat

મોદીએ ૮૦૦૦ કાર્યકરો સાથે ઓડિયો બ્રિજથી કરેલો સંવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1