Aapnu Gujarat
ગુજરાત

મહીસાગર જિલ્લાના પ્રવાસન ધામોના વિકાસ માટે જિલ્લા  કલેક્ટરશ્રી ર્ડો.મોડીયાના અધ્યક્ષ સ્થાને ૨૨મી સપ્ટેમ્બર-૧૭ના રોજ બેઠક યોજાઇ

મહીસાગર જિલ્લાના પ્રવાસન ધામોના વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. એમ.ડી. મોડીયાના અધ્યક્ષ સ્થાને તા.૨૨મી સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ બપોર બાદ ૦૪/૦૦ કલાકે જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરીના સભાખંડમાં  જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

આ બેઠકમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માલનગઢ હીલનો પ્લાન્ટ એસ્ટીમેન્ટ મંજુર કરવા અંગે, કલેશ્વરી વન વિભાગની હદમાં વન વિભાગ દ્વારા પાર્ક અને પ્રવાસીઓને રહેવા માટેની વ્યવસ્થા કરાશે,લુણાવાડા મહાકાળી માતાની ટેકરીને વિકસાવવા માટે તાલુકાપંચાયત કચેરીની બાજુથી મહાકાળી માતાના મંદિર સુધી આર.સી.સી. રોડ બનાવવામાં આવશે તેમજ પ્રવશે દ્વાર, પાર્લર અને પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અંગે ધામોદ અને કડાણા સાઇટ ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાટે  પ્લાન્ટ એસ્ટીમેન્ટ આખરી કરવા તેમજ ટેડંરીંગ ભાવ પત્રકો સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. એમ.ડી. મોડીયાના અને સભ્યોની હાજરીમાં ટેન્ડરો ખોલવામાં આવ્યાહ હતા. જેમાં સૌથી ઓછા ભાવ વાળા  ભાવપત્રકો મંજુર કરવામાં આવ્યા હતા. બાબતે અને રૈયોલી ડાયનાસોર પાર્ક સોસાયટી રજીસ્ટ્રેશન અને ફાળવેલ ગ્રાંન્ટ સામે મંજુર થયેલ કામોની પ્રગતી બાબતે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા,

Related posts

ભાજપ-RSSના વડા કોઇ મુસ્લિમને બનાવીને બતાવો

aapnugujarat

અમદાવાદમાં નિરાધાર બાળકો અને મહિલાઓને રાશન કીટનું વિતરણ

editor

સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1