Aapnu Gujarat
ગુજરાત

કડીમાં સરપંચ-સભ્યોને તાલીમ

કડી તાલુકાની પંચાયતોમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને પંચાયતધારો તેમજ કામગીરી સહિતની તાલીમ આપવાનો તા. ૧૧ સપ્ટેમ્બરથી શુભારંભ કરવામાં આવ્યો છે. ચાર તબક્કામાં યોજાનાર ત્રણ દિવસની તાલીમમાં તાલુકાનાં તમામ ગામોનાં સરપંચો, ઉપસરપંચ, તલાટીકમ મંત્રી તેમજ સભ્યોને તાલીમ આપવામાં આવનાર છે.


તાલુકા પંચાયત હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પંચાયતની રાજના ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યોને ત્રણ દિવસની તાલીમ આપવાનાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે તાલુકાનાં સરપંચો, સભ્યોને પંચાયતધારો, કામગીરી, વિકાસને લગતી માહિતી સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાર તબક્કામાં યોજાનાર આ તાલીમમાં તાલુકાનાં તમામ ગામોનાં સરપંચો, સભ્યોને તાલીમ આપવામાં આવનાર છે. તાલુકાનાં સરપંચો અને સભ્યોને હિંમતનગરની મહિમા ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ કાર્યક્રમનું સંચાલન ડીડીઓ અને નાયબ ટીડીઓની દેખરેખમાં થઈ રહ્યું છે. કડીમાં આયોજિત આ કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જીતેન્દ્ર દવેએ ઉપસ્થિત લોકોને તાલીમ આપી હતી.

Related posts

સૂરતમાં જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ

aapnugujarat

તલાટીની ૧,૮૦૦ પોસ્ટ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળી

aapnugujarat

त्यौहारों में चीजवस्तु के सेम्पल की जांच सिर्फ दिखाने के लिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1