Aapnu Gujarat
મનોરંજન

લખનૌ સેન્ટ્રલ ફિલ્મ પર હવે ડાયના-ફરહાનની નજર રહેશે

ફરહાન અખ્તર અને ડાયના પેન્ટી દ્વારા અભિનિત ફિલ્મ લખનૌ સેન્ટ્રલ આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. જેલ તોડી ભાગી જતા કેદીઓની લાઇફ પર આ ફિલ્મ આધારિત છે. રણજીત તિવારી દ્વારા નિર્દેશિત અને નિખિલ અડવાણી દ્વારા નિર્મિત લખનૌ સૈન્ટ્‌લ ફિલ્મ આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. એમ્મે એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આવતીકાલથી આ ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મ કેવી રહે છે તે બાબત નક્કી થશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ફરહાન અખ્રર અને ડાયના દ્વારા ખુબ મહેનત કરવામાં આવી રહી છે. ફરહાન અખ્તર ફિલ્મમાં એક કેદી તરીકે દર્શાવવામાં આવ્યો છે. સંજોગોના કારણસર હત્યાના કેસમાં જેલની સજા પામેલા કેદીની ભૂમિકામાં તે નજરે પડનાર છે. જેલમાં તે હાઇકોર્ટ દ્વારા મૃત્યુ દંડની સજાના ચુકાદાની રાહ જોતા કેદીના રોલમાં છે. ડાયના ફિલ્મમાં એક એનજીઓ કાર્યકર તરીકેની ભૂમિકામાં છે. ડાયના મવ્યા બાદ કઇ રીતે તેની સમગ્ર લાઇફ બદલાઇ જાય છે તે ફિલ્મની પટકથા છે. ફરહાન અખ્તરની પણ છેલ્લી કોઇ ફિલ્મ હિટ સાબિત થઇ રહી નથી. ફરહાનની છેલ્લે ભાગ મિલખા ભાગ સફળ સાબિત થઇ હતી. આ ફિલ્મના કારણે તેની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. હવે તેની પાસે હાથમાં કેટલીક સારી ફિલ્મો છે. જો કે તેને પણ સારી હિટ ફિલ્મની જરૂર છે. ફરહાન એક કુશળ અભિનેતાની સાથે સાથે સારા નિર્માતા નિર્દેશક તરીકે પણ છે. ફરહાન અખ્તરના ચાહકો ફિલ્મને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. લખનૌની જેલમાં રહેલા કેદીઓની લાઇફ પર પણ આમાં વાત કરવામાં આવી છે.

Related posts

અમિતાભ બચ્ચનને એફઆઈએફ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવશે

editor

રાહુલને પીએમ તરીકે જોવા એટલે મોદીની જગ્યા કાયમ માટે પાક્કી કરવી : જાવેદ અખ્તર

editor

शुरू हुई वरुण धवन स्टारर ‘कुली नंबर १’ की शूटिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1