Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડોન દાઉદ પર સકંજો : બ્રિટનમાં રહેલી કરોડોની સંપત્તિ જપ્ત કરાઇ

સમગ્ર દુનિયામાં ભારે આતંક મચાવી ચુકેલા અને વર્ષ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમના મામલામાં ભારતને આખરે એક મોટી સફળતા હાથ લાગી છે. બ્રિટને દાઉદ ઈબ્રાહિમની પોતાના ત્યા રહેલા અબજોની સંપત્તિને જપ્ત કરી લીધી છે. દાઉદ ઈબ્રાહિમની પાસે બ્રિટનમાં વોરવિકશાયરમાં એક હોટેલ અને અનેક આવાસ હતા, જેની કિંમત હજારો કરોડ રૂપિયામાં છે. ગયા મહિનામાં બ્રિટન સરકારે દાઉદને આર્થિક પ્રતિબંધવાળી યાદીમાં મુકી દીધા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સંબંધમાં ભારત પહેલાજ બ્રિટનને એક ડોઝિયર સોંપીને દાઉદના સંબંધમાં ઘણી માહિતી આપી દીધી છે. અન્ને નોંધનીય છે કે, ગયા મહિને બ્રિટન તરફથી જારી કરવામાં આવેલી અપડેટ સંપત્તિ જપ્ત યાદીમાં દાઉદના ૩ સ્થળો અને ૨૧ પેટા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બ્રિટનના નાણા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા ફાયનાન્સિયલ ટારગેટ નામની યાદીમાં દાઉદના પાકિસ્તાન સ્થિત ત્રણ સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિટનની યાદી મુજબ દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાનમાં ત્રણ સરનામાં હાઉસ નંબર ૩૭, ગલી નં.૩૦, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાંચી, પાકિસ્તાન, નુરાબાદ, કરાંચી, પાકિસ્તાન અને વાઈટ હાઉસ, સાઉદી મસ્જિદની પાસે ક્લિફટન, કરાંચીનો સમાવેશ થાય છે. દુનિયાના સૌથી મોસ્ટ વોન્ટેડ ગેગસ્ટરમાં સામેલ દાઉદ ઈબ્રાહિમની કુલ સંપત્તિ ૬.૭ અબજ ડોલર છે. તેને દુનિયાના બીજા સૌથી અમીર ગેગસ્ટર તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇડ દાઉદની બ્રિટનમાં ૪૨ હજાર કરોડની સંપત્તિ રહેલી છે. જાણકારી લોકોનું કહેવું છે બ્રિટન સરકારે દાઉદ સામે સકંજો મજબુત કર્યો છે. તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. ૬.૭ અબજ ડોલરની આસપાસની સંપત્તિ તે બ્રિટનમાં ધરાવે છે. લાંબા સમયથી પાકિસ્તાનમાં છુપાયેલા દાઉદ વિશ્વમાં બીજો સૌથી અમીર ગેગસ્ટર તરીકે છે. પ્રથમ નંબરમાં કોલમ્બિયન ડ્રગ્સ લિડર પાબલો છે. ભારતીય સત્તાવાળાઓ પાસે જે માહિતી છે તે મુજબ દાઉદના અલકાયદા સાથે પણ મજબુત સંબંધ છે. ત્રાસવાદી સંગઠન સાથે પણ તેના મજબુત સંબંધો છે. દાઉદની સંપત્તિ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલી છે. પાંચ પેટાખંડમાં આવેલા ૧૬થી વધુ દેશોમાં દાઉદ તેના ગુનેગારીના સામ્રાજ્યને ધરાવે છે. આવી સ્થિતિમાં તેની સામે કરવામાં આવેલી કાર્યવાહી ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૨૦૧૫માં ભારતીય તપાસ અધિકારીઓએ મિડલેન્ડની મુલાકાત લીધી હતી અને બ્રિટનમાં ડોન દાઉદના સંગાસંબંધીઓની સંપત્તિ અને અન્યોની માહિતી મેળવી હતી. ડોન દાઉદ બ્રિટનમાં વરવિકશાયરમાં એક હોટલ ધરાવે છે. જ્યારે બ્રિટનમાં મિડલેન્ડસ અન્ય નિવાસી સંપત્તિ ધરાવે છે. દાઉદ ડી કંપની નામથી શક્તિશાળી ક્રાઈમ સિન્ડીકેટની દુનિયા ચલાવે છે. દાઉદ ઇબ્રાહિમ પર સકંજો મજબુત કરવા માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે હવે તેના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળી રહી છે. ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી વિશ્વના જુદા જુદા દેશો સાથે મળીને કાર્યવાહી કરી રહી છે.
બ્રિટન પણ આમાં સામેલ છે. દાઉદના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હમેંશા આક્ષેપબાજીનો દોર રહ્યો છે. દાઉદને તમામ પ્રકારની સુરક્ષા પાકિસ્તાનમાં આપવામાં આવી હોવાના હેવાલ પણ વારંવાર આવતા રહે છે. હવે સાઉદી અરેબિયા અને અન્ય દેશો પણ તેની સામે તપાસ ઝડપી બની શકે છે. જો કે હવે દાઉદ પહેલા કરતા વધારે સક્રિય નથી. તેના લોકો હવે મોટા ભાગે તેના કારોબારને સંભાળે છે.

Related posts

महबूबा मुफ्ती का आरोप, कहा – BJP ने SMC-DDC चुनावों में की धांधली

editor

કેરળના બેરોજગારને ૧૩ કરોડની લોટરી લાગી

aapnugujarat

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1