Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તો વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ ચીન પેટ્રોલ-ડિઝલના વાહનો પર પ્રતિબંધ લગાવશે

સતત વધી રહેલા વાયુ પ્રદુષણ ઉપર અંકુશ મેળવવા વિશ્વના સૌથી મોટા ઓટો મોબાઈલ માર્કેટ ચીનમાં પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.ચીનમાં વાહન નિર્માતા કંપનીઓને ડેડ લાઈન આપી દેવામાં આવી છે કે, તેઓ હવેથી પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનું વેચાણ બંધ કરે જેથી ઈલેકટ્રોનિક વાહનો વિકસિત કરવામાં વધુ ઝડપથી કાર્ય કરી શકાય.ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વાઈસ મિનિસ્ટર શિન ગુઓબિને જણાવ્યું કે, પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનું ઉત્પાદન અને વેંચાણ પર રોક લગાવવા માટે એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. જેને લઈને સરકાર અન્ય ઉત્પાદકો સાથે મળીને વાતચીત કરી રહી છે.વધુમાં શિન ગુઓબિને કહ્યું કે, આ પ્રકારના પગલાથી ચીનના પર્યાવરણ અને ઓટો ઈન્ડસ્ટ્રી ઉપર ઘણી મોટી સકારાત્મક અસર જોવા મળશે. પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ વિદેશી કંપનીઓ પણ ચીનમાં ઈલેકટ્રોનિક્સ વાહનોના વેંચાણમાં વધુ રુચિ લેશે તેમ શિન ગુઓબિને જણાવ્યું હતું.જોકે પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા માટે કાયદાઓ વધુ સખત બનાવવા પડશે અને તેનું પાલન પણ કરાવવું પડશે તેમ શિને જણાવ્યું છે. ઉપરાંત ઈલેકટ્રોનિક્સ વાહનોનું નિર્માણ કરનારી કંપનીઓને સબસિડી પણ આપવામાં આવશે. જેથી તેમને પ્રોત્સાહન મળી શકે અને આ દિશામાં વધુ ઝડપથી કાર્ય કરી શકાય.

Related posts

અમેરિકામાં ૧૦૦ મહિલાઓના બળાત્કારના ગુનામાં ૭૧ વર્ષના વૃદ્ધને સજા

aapnugujarat

પોર્ટુગલના જંગલમાં લાગી આગ, ૫૭ના મોત, ૧૮ લોકો તો કારની અંદર જ સળગીને ભડથુ

aapnugujarat

પુતિને 32 વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1