Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પોર્ટુગલના જંગલમાં લાગી આગ, ૫૭ના મોત, ૧૮ લોકો તો કારની અંદર જ સળગીને ભડથુ

પોર્ટુગલના જંગલમાં લાગેલી આગમાં લગભગ ૫૭ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય ૫૯ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, મરનારા લોકોમો મોટાભાગના લોકો એવા છે જે ભાગવાની કોશીસ કરતા સમયે પોતાની કારની અંદર જ સળગીને મરી ગયા.પોર્ટુગલમાં લાગેલી આગ મુદ્દે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કરી કહ્યું કે, પોર્ટુગલ માટે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ મુદ્દે પ્રસાશન સેક્રેટરીએ જણાવ્યું કે, આગ પર કાબુ મેળવવાની પુરી કોશિસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના લગભગ ૬૦૦ કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગભગ ૧૮ લોકો તો કારની અંદર જ સળગી જવાથી મોતને ભેટ્યા છે. કેટલાક લોકોના દમ ઘુટવાથી મોત થયા છે. ૬ ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. ૫૯માંથી ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાએ આગ લાગી છે, તે વિસ્તાર પિદરોગો ગ્રાંડેમાં આવે છે. અહીંના મેયરે જણાવ્યું કે, આ વિસ્તારના જંગલોમાં અવારનવાર આગ લાગતી હોય છે. આ પહેલા પણ જંગલમાં આગ લાગવાની કેટલીએવાર ગટના બની ચુકી છે, પરંતુ આટલા મોટા સ્તરે પહેલીવાર આગ લાગવાની ઘટના બની છે. આટલા લોકોના મોત થવાની ઘટનાથી હું પોતે પણ હેરાન છું. આ આગ શનિવારે બપોરે ૨ વાગે લાગી હતી, પરંતુ આગ કેમ લાગી તે હજુ જાણી શકાયું નથી.

Related posts

દક્ષિણી સમુદ્રમાં ચીને લડાકુ વિમાન તૈનાત કર્યા

editor

કોરોના વાયરસ સીઝનલ નથી : WHO

editor

ઘૂસણખોરી વધારવા રોબોટિક હથિયારોનો ઉપયોગ કરશે પાકિસ્તાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1