Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રોહિંગ્યા મુસલમાનોને દેશ બહાર નહીં કરી શકે ભારત : સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ જૈદ રાદ અલ હુસૈને રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી પરત કરવાંનાં મોદી સરકારનાં પ્રયાસોની સખત નિંદા કરી છે.અલ હુસૈને કહ્યું કે ભારતનાં ગૃહ રાજ્યમંત્રીલ કિરણ રિજિજૂએ નિવેદન આપતાં કહ્યું કે ભારત રિફ્યુઝી કન્વેંશન પર હસ્તાક્ષર કરનાર દેશ નથી આથી ભારત આ મામલે આંતરરાષ્ટ્રીય કાનૂનથી દૂર રહી કામ કરી શકે છે, પરંતુ બુનિયાદી માનવ કરૂણા સાથે.સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખનાં જણાવ્યાં અનુસાર ભારતનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાનૂન અને જોગવાઈઓથી સંલગ્ન નહીં હોય. એમણે વધુમાં જણાવ્યું કે પ્રચલિત કાનૂનનાં આધારે ભારત રોહિંગ્યા મુસલમાનોનો એવાં દેશો કે વિસ્તારમાં સામૂહિક સ્થળાંતર નહીં કરી શકે કે જ્યાં એમનાં પર અત્યાચાર થવાંની આશંકા છે અથવા એમને નિશાન બનાવવામાં આવે.સરકારી આંકડાઓ અનુસાર અત્યારે ભારતમાં ૪૦ હજાર રોહિંગ્યા મુસલમાનો રહે છે જેમાં ૧૬ હજાર લોકોએ શરણાર્થી દસ્તાવેજ પણ હાંસિલ કરેલ છે.

Related posts

हार्वे तूफान से टेक्सास मंे ५८ अरब डॉलर का नुकसान

aapnugujarat

Chandrayaan-2: NASA praises ISRO, says- “Your Journey has inspired us”

aapnugujarat

હાફીઝનો રાજકીય મોરચો આતંકવાદી સંગઠન ઘોષિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1