Aapnu Gujarat
ગુજરાત

AMTSના રૂટો ડાયવર્ટ થશે : BRTSના રૂટ બંધ

અમદાવાદની મુલાકાતે આવી રહેલા જાપાનના વડાપ્રધાન શીનજો અબે સહિતના ડેલિગેટસને આવકારવા રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે જેને લઈને એએમટીએસના ૩૦ જેટલા રૂટો ઉપર અસર જોવા મળશે આ સાથે જ બીઆરટીએસના કેટલાક રૂટો પણ બંધ કરવામા આવશે જ્યારે અન્ય રૂટોને ડાયવર્ટ કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા આવતીકાલે બપોરે બંને મહાનુભવો આવી જશે બાદમા એરપોર્ટથી આરટીઓ સર્કલ સુધી ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે. આ રોડ શોના આયોજનને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર દોડાવવામા આવતી ૧૩૦ જેટલી બસોના રૂટને અસર થવા પામશે. બે દિવસ માટે ૩૦ રૂટને ડાયવર્ટ કરવામા આવ્યા છે.દરમિયાન જનમાર્ગના જનરલ મેનેજર દિપક ત્રિવેદીએ એક વાતચીતમાં ૧૩ સપ્ટેમ્બરના બપોરના ત્રણ કલાકથી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઝુંડાલથી કોમર્સ ક્રોસ રોડ, આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, આરટીઓથી સર્કયુલર, આરટીઓથી એન્ટિ સર્કયુલર તેમજ એરપોર્ટથી કર્ણાવતી કલબ સુધીના રૂટ બંધ રાખવામા આવશે તેમ કહ્યુ છે. આ સાથે જ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે નવથી ૧૧.૩૦ સુધી ઝુંડાલથી કોમર્સ ક્રોસ રોડ, આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, આરટીઓથી સર્કયુલર, આરટીઓથી એન્ટિ સર્કયુલર અને એરપોર્ટથી કર્ણાવતી કલબ સુધીના રૂટ બંધ રાખવામા આવશે તેમ કહ્યુ છે.૧૩ સપ્ટેમ્બરના રોજ ઈન્દિરાબ્રિજ, એરપોર્ટ સર્કલ, સુભાષબ્રિજ અને ચીમનભાઈ બ્રિજ પર આવતા ૩૦ જેટલા રૂટને રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ડાઈવર્ટ કરવામા આવશે.૧૪ સપ્ટેમબરના રોજ સાબરમતી, સુભાષબ્રિજ અને ચીમનભાઈબ્રિજ, ૧૩૨ ફૂટ રિંગરોડ, વસ્ત્રાપુર, અખબારનગર, વાડજના કેટલાક રૂટ સવારના ૮થી ૧૧.૩૦ સુધી ડાયવર્ટ કરવામા આવ્યા છે.

Related posts

अल्पेश का मंत्री बनने का सपना चकना चूर, भाजपा में मात्र कार्यकर्ता का दिया स्थान

aapnugujarat

દરિયાઈ મત્સ્ય ઉત્પાદનને લઇ રાજ્ય સરકાર કટિબદ્ધ : ફળદુ

aapnugujarat

१४ बागी विधायकों को अयोग्य ठहराने कांग्रेस की विधानसभा अध्यक्ष के समक्ष कांग्रेस की पीटिशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1