Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપતું નિવેદન

સંસદીય બાબતોનાં પ્રધાન હિંદુ કોડ બિલ પર ચર્ચા ચાલુ હતી ત્યારે સંસદમાં ગેરહાજર રહેતાં. મેં આજ સુધી એવું નથી જોયું કે બિલનાં મુખ્ય પ્રેરક અને સંસદીય બાબતોનાં પ્રધાન પોતાનાં વડાપ્રધાન પ્રતિ આટલા બેજવાબદાર હોય અને એક વડાપ્રધાન પોતાનાં એક આજ્ઞાકારી પ્રધાન પ્રતિ આટલા બધાં વફાદાર રહ્યાં હોય, આવું ગેરકાનુની અવૈધાનિક કામ કર્યું હોવા છતાં હિંદુ કોડ બિલનાં મુખ્ય પ્રેરક વડાપ્રધાનનાં આજે પણ પ્રીતિપાત્ર છે. તેમની ઈમાનદારીમાં ત્રુટી હોવા છતાં તેમને પક્ષનાં સંગઠનમાં બઢતી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કોઈપણ કામ થવું અશક્ય છે.
(કાયદાપ્રધાન પદેથી રાજીનામું આપતું નિવેદન : ૧૦ ઑક્ટોબર, ૧૯૫૧)
દલિતોત્થાનની પોતાની પ્રવૃત્તિ સામેનાં અવરોધો વિષે આ સમયનો એક કટુ અનુભવ વર્ણવતાં ડૉ. આંબેડકર સિદ્ધાર્થ કોલેજનાં વિદ્યાર્થી સંસદ સમક્ષ કહે છે કે,
‘બંધારણસભાની જુદી જુદી સમિતિઓમાં હું દલિત વર્ગોનાં વિશિષ્ટ અધિકારો તેમજ સંરક્ષણ માટે ખટપટ કરતો તે જોઈને મુસ્લિમ – શીખ લોકો પણ પોતાનાં સમાજની આવી માંગણીઓ કરવા માંડ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે શીખ – મુસલમાનની માંગણીઓનો કોઈએ વિરોધ ન કર્યો પરંતુ જેવી મેં દલિત વર્ગોના લોકો માટે માંગણીઓ મૂકી ત્યારે પોતાને ‘રાષ્ટ્રીય હરિજન’ તરીકે ઓળખાવનારા (કોંગ્રેસી) સભાસદોએ તથા સરદાર વલ્લભભાઈ પટેલે સમર્થન કર્યું. કમિટિની બેઠકોમાં પ્રથમ અનુમોદન આપ્યું. પરંતુ બંધારણસભાની ચર્ચાનાં સમયે તે માંગણીઓની મંજુરી બાબતે પ્રવચન કર્યું ત્યારે લોકો ફરી ગયા. આ બાબતે રાષ્ટ્રીય (કોંગ્રેસી) હરીજનોએ એક લેખિત નિવેદન બંધારણસભામાં વહેંચ્યું અને તેમાં કહ્યું કે, મારી માંગણીઓ રાષ્ટ્રીય હિતને અવરોધક છે.’ મારાં પ્રયત્નોનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. આ સઘળી વિશ્વાસઘાતી પ્રવૃત્તિને કારણે (દલિતોધ્ધારની) હું મારી તમામ માંગણીઓ મંજુર કરાવી શક્યો નહીં, તેમ છતાં જે કંઈ મેળવી શક્યો તેનાથી બળવાન બનેલાં આગળ જતાં દલિત વર્ગનાં લોકો પોતાની શક્તિ દ્વારા પોતાનો સંઘર્ષ આગળ ધપાવશે.’
(સાભાર :- ડૉ. આંબેડકર જીવનચરિત્ર, ડૉ. પી.જી.જ્યોતિકર, પ્રકાશક – સચિવ – રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સચિવાલય, ગાંધીનગર)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

लाल किले से नया मोदी

aapnugujarat

આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી ભારતીય રેલવે

aapnugujarat

भाजपा का भस्मासुरी कानून

aapnugujarat

Leave a Comment

UA-96247877-1