Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા ગુરમીત રામરહીમનાં સિરસા સ્થિત હેડક્વાર્ટરથી ચોંકાવનારી ચીજો મળી

રેપના મામલામાં સજા પામેલા વિવાદાસ્પદ ગુરમીત રામ રહીમના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના હેડક્વાટર્સમાં વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. આમાં ટીવી પ્રસારણ સાથે જોડાયેલી ઓબી વેન, નંબર વગરની લેક્સસ કાર, લેબલ વગરની બ્રાન્ડેડ દવાના જથ્થાનો સમાવેશ થાય છે. સાથ સાથે મોટી માત્રામાં રોકડ રકમ, કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક અને મોબાઇલો કબજે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન બે રોકડ ભરેલા મળી આવ્યા છે જેને સીલ કરી દેવામાં આવ્યા છે. ડેરા હેડક્વાટર્સની પાસે બજારમાં પ્લાસ્ટિકના બનેલા સિક્કા પણ મળી આવ્યા છે. આ સિક્કા ૧૦ રૂપિયાથી લઇને અલગ અલગ મુલ્યોના છે. સમગ્ર તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ તપાસ કરનાર અધિકારીઓ કોઇ તારણ પર પહોંચી શકશે કે સિક્કાનો ઉપયોગ ક્યા પ્રકારથી કરવામાં આવતો હતો. સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના વિશાળ મુખ્ય વડામથકને ખતરામુક્ત બનાવી દેવાના ઇરાદા સાથે આજે સવારે વ્યાપક સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ ૮૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલા ડેરામાં તમામ જગ્યાએ ઉંડી તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન આવતીકાલે પણ જારી રહેનાર છે. આ સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળો અને જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા. વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર સર્ચ ઓપરેશનની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. તેના પર નજર જિલ્લા અને સેશન કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એકે એસ પવારે રાખી હતી. ડેરાના કેટલા રૂમ સીલ કરવામાં આવ્યા છે તે અંગે વિરોધાભાસી હેવાલ મળી રહ્યા છે પરંતુ પાંચથી વધારે રૂમ સીલ કરી દેવામાં આવ્યા છે. બે રૂમ તો રોકડ રકમ ભરેલા મળ્યા છે. જે સીલ કરી દેવામાં આવ્યા છે. ડેરા હેડક્વાર્ટરની શંકાસ્પદ જગ્યા પર ખોદકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિકના સિક્કા, રોકડ રકમ, ડેરાથી કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક પણ જપ્ત કરવામાં આવી છે. હરિયાણાના માહિતી અને જનસંપર્ક વિભાગના વડા સતીષ મહેરાએ કહ્યું છ ેકે, આ તમામની તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન માટે ડેરાના હેડક્વાર્ટરને ૧૦ જુદા જુદા ઝોનમાં વિભાજિત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સતનામસિંહ ચોકથી ડેરા સુધીના આઠ કિલોમીટરના રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
સર્ચ ઓપરેશન માટે અર્ધલશ્કરી દળો, પોલીસના જવાનો, સેનાની ચાર ટુકડી, ચાર જિલ્લાની પોલીસ ટુકડી અને ડોગ સ્કવોર્ડને બોલાવવામાં આવી હતી. ડેરા સંકુલમાં કોઇને પણ મંજુરી વગર પ્રવેશ કરવાની મંજુરી અપાઈ ન હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ફાયરબ્રિગેડની ટુકડી ઉપરાંત જમીન ખોદી નાંખવા સાથે સંબંધિ ભારે વાહનો અને ટ્રેક્ટરોનો પણ ઉપયોગ કરાયો હતો. ડેરાની અધ્યક્ષ વિપશ્યના ઇન્સાનું કહેવું છે કે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમે કાયદાનું પાલન કરી રહ્યા છે. સરકારને સહકાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરા પ્રમુખ ગુરમિત રામ રહીમ સિંહને પંચકુલાની એક કોર્ટે સાધ્વી પર રેપના મામલામાં ગયા મહિને ૧૦-૧૦ વર્ષનીજેલની સજા ફટકારી હતી.
પંચકુલા સ્થિત કોર્ટ દ્વારા રામ રહીમને બળાત્કારના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ જિલ્લા સહિત અન્ય જગ્યાઓએ ઉપર વ્યાપક હિંસા થઇ હતી જેમાં ૩૫ લોકોના મોત થયા હતા. પંચકુલામાં હિંસામાં ૩૫ લોકોના મોત થયા હતા જ્યારે સિરસામાં છ લોકોના મોત થયા હતા.

Related posts

हिंदू शरणार्थियों को मिलेगी नागरिकता, अफवाह पर न करें भरोसा : अमित शाह

aapnugujarat

રાજસ્થાનમાં ક્ષેત્રીય પક્ષનું પ્રભુત્વ : સચિન પાયલોટ

aapnugujarat

રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1